For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ રેપ કેસ બાદ પોલીસનું વિવાદિત નિવેદન - પોલીસ દરેક જગ્યાએ હાજર રહી ન શકે

બળાત્કારનો ભોગ બનેલી 34 વર્ષીય બળાત્કાર પીડિતાનું શનિવારના રોજ સવારે મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : બળાત્કારનો ભોગ બનેલી 34 વર્ષીય બળાત્કાર પીડિતાનું શનિવારના રોજ સવારે મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હેમંતે કહ્યું કે, પોલીસ દરેક ગુનાના સ્થળ પર રહી શકે નહીં. ઘટનાની 10 મિનિટ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

rape case

પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, તપાસ માટે વિશેષ તપાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. કેસની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની તપાસ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. આ ઘટના શુક્રવારની વહેલી સવારે બની હતી. ઘટનાના થોડા કલાકો બાદ હવે ધરપકડ કરાયેલા આરોપી સામે નોંધાયેલા કેસમાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે.

મુંબઈ પોલીસે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. આ સાથે મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષ ભાજપે દોષિતોને ફાંસીની સજાની માંગણી કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે, શું મહારાષ્ટ્રમાં મહિલાઓ સુરક્ષિત છે? પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોહન ચૌહાણ (45) ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તે જ

વિસ્તારમાં ફૂટપાથ પર રહે છે. પીડિતા પર બળાત્કાર કર્યા બાદ આરોપીઓએ પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેના કારણે વધુ પડતો રક્તસ્રાવ થયો હતો. મહિલા પર ચાકુથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર નાગરાલેએ પત્રકારોને જણાવ્યું કે, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખૈરાણી રોડ પર કંપનીના ચોકીદારે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કે, એક પુરુષ મહિલા પર હુમલો કરી રહ્યો છે. આ માહિતી મળવાની 10 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું કે, પીડિત મહિલા ગંભીર હાલતમાં ત્યાં ઉભેલા ટેમ્પોમાં હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, પીડિતાની હાલત જોઈને પોલીસે તેને એ જ વાહનમાં હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો જેથી કોઈ વિલંબ ન થાય.

જાણો શું છે સમગ્ર ઘટના?

મુંબઈના સાકી નાકા વિસ્તારમાં એક 30 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર સળિયો નાખવામાં આવ્યો હતો. હાલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે, આ ઘટનાને અંજામ આપવામાં વધુ લોકોનો હાથ હોઇ શકે છે.

સમગ્ર ઘટના સાકી નાકા વિસ્તારના ખૈરાણી રોડની છે. આ કેસમાં DCP અને અધિક પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ શરૂ થઈ છે. પોલીસે આ કેસમાં બળાત્કારના આરોપીઓ સામે IPC ની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધ્યો હતો. આ પીડિતાનું મોત થતા તેમા હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે.

English summary
The 34-year-old rape victim died on Saturday morning. Mumbai Police Commissioner Hemant Nagarale has made a controversial statement regarding the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X