For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુન્નૂર હેલીકૉપ્ટર દૂર્ઘટનામાં શહીદ 6 અધિકારીઓની થઈ ઓળખ, સૈન્ય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર

હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય વાયુ સેના(આઈએએફ)ના ચાર અધિકારીઓ અને ભારતીય સેનાના બે સૈનિકોના શબોની ઓળખ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય વાયુ સેના(આઈએએફ)ના ચાર અધિકારીઓ અને ભારતીય સેનાના બે સૈનિકોના શબોની ઓળખ થઈ ગઈ છે. 8 ડિસેમ્બરના રોજ કુન્નૂર શહેર પાસે ભીષણ એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં હેલિકૉપ્ટરમાં સવાર કુલ 14 અધિકારીઓ અને કર્મીઓમાંથી 13ના મોત થઈ ગયા. મરનારામાં ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાજે સિંહ રાવત અને સીડીએસના રક્ષા સહાયક બ્રિગેડિયર એલએસ લિડર શામેલ છે. આ ઉપરાંત એરફોર્સના 4 અધિકારીઓ અને ભારતીય સેનાના 2 જવાનો સહિત કુલ 6ની ઓળખ થઈ ગઈ છે.

coonoor crash

કુન્નૂર હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાંડર પૃથ્વી સિંહ ચૌહાણ(પાયલટ), સ્કવૉડ્રન લીડર કુલદીપ સિંહ(સહ-પાયલટ), જુનિયર વારંટ અધિકારી રાણા પ્રતાપ દાસ, અરક્કલ પ્રદીપ, હવાલદાર સતપાલ રાય, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા બધા લાંસ નાયક છે. એએનઆઈના જણાવ્યા મુજબ સેનાએ એ પણ કહ્યુ, લાંસ નાયક વિવેક કુમાર અને લાંસ નાયક બી સાઈ તેજાના નશ્વર અવશેષોની પૉઝિટિવ ઓળખ કરવામાં આવી છે.

એએનઆઈએ સેનાના એક અધિકારીના હવાલાથી કહ્યુ, 'નશ્વર અવશેષ આજે સવારે(11 ડિસેમ્બર)ના રોજ પરિવારના નજીકના સભ્યો માટે મોકલી દેવામાં આવશે. યોગ્ય સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને હવાઈ માર્ગથી લઈ જવામાં આવશે. પ્રસ્થાન પહેલા બેસ હૉસ્પિટલ, દિલ્લી છાવણીમાં માલ્યાર્પણ કરવામાં આવશે.'

અધિકારીઓએ શુક્રવારે કહ્યુ કે બધા 10 કર્મીઓના પરિવારના સભ્યો અવશેષોની ઓળખ કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે. એક અધિકારીએ કહ્યુ, 'પરિવારના સભ્યોની ભાવનાત્મક ભલાઈ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. માટે અમે આમાં શામેલ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ઓળખ પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે.'

જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને તેમના બ્રિગેડિયર લિડરનુ દિલ્લીના બરાર સ્કવૉયર સ્મશાનમાં પૂરા સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે કારણકે તેમના શબોની ઓળખ કરવામાં આવી હતી. કુન્નૂર હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુની આઈએએફ હૉસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે. આ દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બિપિન રાવત વેલિંગટનમાં પ્રતિષ્ઠિત રક્ષા સેવા સ્ટાફ કૉલેજ(ડીએસએસસી)ના પ્રવાસે હતા અને ત્યાં તે ફેકલ્ટી અને છાત્ર અધિકારીઓને સંબોધિત કરવા માટે ગયા હતા.

English summary
Coonoor Chopper Crash: Mortal remains of 4 IAF, 2 army personnel identified
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X