For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ: ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

તમિલનાડુના કુન્નુરમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ હતુ. એ પછી આજે તેમના વતન ભોપાલમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સ

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના કુન્નુરમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ હતુ. એ પછી આજે તેમના વતન ભોપાલમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરૂણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિદ્ધીમાને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી હતી.

Varun singh

મિલિટરી ટ્રકમાં તેમના મૃતદેહને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.એરફોર્સના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

ગુરુવારે બપોરે તેમનો પાર્થિવ દેહ બોપાલ પહોંચાડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવારને એક કરોડ રુપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં તેઓ એક માત્ર જીવીત વ્યક્તિ હતા. જોકે સાત દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ હતુ.

English summary
Coonoor Helicopter Crash: Funeral of Group Captain Varun Singh with Military Honor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X