દેશમાં ફરીથી કોરોના કેસમાં વધારો, એક્ટિવ કેસ ફરીની 4 લાખને પાર
દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. દેશમાં શુક્રવારે 41,495 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ દરમિયાન, 37,306 દર્દીઓ સ્વસ્થ થયા અને 598 દર્દીઓના મોત થયા.
દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. દેશમાં શુક્રવારે 41,495 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ દરમિયાન, 37,306 દર્દીઓ સ્વસ્થ થયા અને 598 દર્દીઓના મોત થયા. આ રીતે, સક્રિય કેસોની સારવારમાં 3573 નો વધારો નોંધાયો. દેશમાં કુલ સક્રિય કેસની વાત કરીએ તો ચિંતાજનક આંકડા બહાર આવી રહ્યા છે. 26 જુલાઈએ એક્ટિવ કેસની સંખ્યા 3.92 લાખ હતી, તે છેલ્લા 4 દિવસથી તે સતત વધીને 4 લાખને પાર પહોંચી છે.

8 રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતી
દેશના 8 રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છુટછાટ આપવામાં આવી છે. તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

કેરળમાં 2 દિવસના લોકડાઉનની જાહેરાત
કેરળમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સરકારે 2 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આંકડાની વાત કરીએ તો કેરળમાં શુક્રવારે 20,772 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, 14,651 લોકો ડિસ્ચાર્જ થયા અને 116 લોકોના મોત થયા હતા. કેરળમાં અત્યારસુધીમાં 33.70 લાખ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 31.92 લાખ લોકો સાજા થઈને પરત ફર્યા છે, જ્યારે 16,702 લોકોના મોત થયા છે. હાલમાં 1.60 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

મુખ્ય રાજ્યોમાં કોરોનાની સ્થિતી
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 6600 કેસ નોંધાયા હતા અને 231 લોકોના મોત થયા છે, દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં શુક્રવારે 63 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં 37 નવા કેસ નોંધાયા અને 4 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે અને કોઈ મોત નથી. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 10 અને રાજસ્થાનમાં 28 નવા કેસ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
