Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,072 નવા કેસ 160 દિવસમાં પહેલી વાર સૌથી ઓછા, 389 લોકોના મોત

દેશમાં કોરોનાના કેસમાં પહેલી વાર ઘટાડો આવ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ જાણો.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસમાં પહેલી વાર ઘટાડો આવ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25.072 નવા કેસ સામે આવ્યા છે કે જે છેલ્લા 160 દિવસમાં સૌથી ઓછા છે. એટલુ જ નહિ 24 કલાકમાં 389 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 3,33,924 થઈ ગઈ છે અને મોતનો આંકડો 4,34,756 સુધી પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા 3,24,306 થઈ ગઈ છે.

coronavirus

છેલ્લા 24 કલાક દરમિયાન 44,157 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પાછા આવ્યા છે ત્યારબાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,16,80,626 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,95,543 લોકોને વેક્સીન આપવામાં આવી છે ત્યારબાદ દેસમાં કુલ વેક્સીનેશન 58,25,49,595 થયુ. રિકવરી રેટ હવે વધીને 97.63 ટકા થઈ ગયો છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા મુજબ ભારતમાં કાલ સુધી કોરોના વાયરસ માટે 12,95,160 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. રવિવાર સુધી કુલ 50,75,51,399 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દેશમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ હજુ બધાએ સાવચેત રહેવાની જરૂર છે. એઈમ્સ પ્રમુખે પહેલેથી જ કહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ટાળી શકાય તેમ નથી માટે બધાએ સાવચેત રહેવાની જરૂર છે કારણકે થોડી પણ બેદરકારી ભયાનક રૂપ લઈ શકે છે. વળી, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટે પીએમઓને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ઓક્ટોબરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની પીક આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X