For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

132 દિવસ બાદ કોરોનાના નવા કેસ 30 હજારથી ઓછા, સક્રિય કેસ પણ ઘટીને 4 લાખથી નીચે

છેલ્લા અમુક દિવસો દરમિયાન કોરોના વાયરસના કેસોમાં મંગળવારે એક મોટો ઘટાડો જોવા મળ્યો અને નવા કેસ 30 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા અમુક દિવસો દરમિયાન કોરોના વાયરસના કેસોમાં મંગળવારે એક મોટો ઘટાડો જોવા મળ્યો અને નવા કેસ 30 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 29,689 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 42,363 દર્દી રિકવર થયા છે. વળી, આ દરમિયાન 415 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના દૈનિક કેસોમાં 132 દિવસ બાદ આટલો મોટો ઘટાડો આવ્યો છે.

કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો આવ્યો

કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો આવ્યો

વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો આવ્યો છે અને આ આંકડો 4 લાખથી નીચે 3,98,100 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના સક્રિય કેસોમાં 124 દિવસ બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3,06,21,469 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશના બધા રાજ્યોમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 44,19,12,395 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

કોરોનાનો પૉઝિટિવિટી રેટ ઘટીને થયો 1.73 ટકા

કોરોનાનો પૉઝિટિવિટી રેટ ઘટીને થયો 1.73 ટકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસનો પૉઝિટિવીટી રેટ પણ ઘટ્યો છે અને હાલમાં 1.73 ટકા પર છે. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવયુ કે દેશમાં અત્યાર સુધી કોરના વાયરસના કુલ 45,1,64,121 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 17,20,100 સેમ્પલ ટેસ્ટ છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવ્યા છે.

ઘણા રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા

ઘણા રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડા સાથે જ ઘણા રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા પણ સતત ચાલુ છે. દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે અનલૉક હેઠળ મેટ્રો અને બસો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ કરવામાં આવી. આ સાથે જ દિલ્લીના પ્રાણીસંગ્રહાલયને પણ 1 ઓગસ્ટથી લોકો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં બે શિફ્ટમાં ખુલશે અને ટિકિટની આખી પ્રક્રિયા ઑનલાઈન રહેશે.

English summary
Corona Update: New 29689 covid-19 cases and 42363 recoveries in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X