For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના દૈનિક કેસોમાં 111 દિવસ પછી સૌથી મોટો ઘટાડો, 24 કલાકમાં મળ્યા 34703 નવા કેસ

ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે દેશના અલગ-અલગ ભાગોમાં બજાર અને પર્યટન સ્થળોમાં લોકોની ભારે ભીડ અને કોરોના પ્રોટોકૉલના ઉલ્લંઘનના ફોટા સામે આવી રહ્યા છે તે મોટી ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34703 નવા કેસ સામે આવ્યા છે કે જે છેલ્લા 111 દિવસોમાં સૌથી ઓછા છે. કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને આ 464357 સુધી પહોંચી ગયો છે. જ્યારે રિકવરી રેટ વધીને 97.17 ટકા થઈ ગયો છે.

corona

તમને જણાવી દઈએ કે આ પહેલા 16 માર્ચે કોરોનાના સૌથી ઓછા કેસ જોવા મળ્યા હતા. 16 માર્ચે 28,869 નવા કેસ સામે આવ્યા હતા. વળી, કોરોનાથી મરનારની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 3 એપ્રિલે દેશમાં કોરોનાના સૌથી ઓછા 514 લોકોના મોત થયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં 552 લોકોના મોત થયા છે. દેશમાં 10 રાજ્યોમાં કોરોનાની ગતિ ઘણી ઘટી ગઈ છે. આમાં મુખ્ય રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત શામેલ છે. વળી, મહારાષ્ટ્ર, મિઝોરમ, આસામ, બંગાળ, કર્ણાટક, તેલંગાના, જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં કોરોનાનુ જોખમ હજુ પણ યથાવત છે.

દિલ્લીમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં 54 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 132 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને બે લોકોના મોત થયા છે. દિલ્લીમાં હવે કોરોનાના 912 સક્રિય કેસ છે જ્યારે 14,08,699 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દિલ્લીમાં અત્યાર સુધી કોરોનાથી 24,997 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. વળી, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાથી 123136 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં હજુ પણ 116827 સક્રિય કેસ છે.

English summary
Corona Update: New 34703 cases, the lowest number after 111 days in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X