કોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત
એક દિવસના ઘટાડા પછી કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્લીઃ એક દિવસના ઘટાડા પછી કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં એક વાર ફરીથી વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 39.097 નવા કેસ મળ્યા છે જ્યારે 546 લોકોના મોત થયા છે. વળી, એક દિવસ પહેલા શુક્રવારે કોરોનાના નવા કેસોની સંખ્યા 35,342 અને મૃતકોનો આંકડો 483 હતો. આ ઉપરાંત કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે અને છેલ્લા 24 કલાકમાં 35,087 દર્દી રિકવર થયા છે.

આરોગ્ય વિભાગના નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,13,32,159 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,05,03,166 થઈ ગઈ છે. વળી, કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધી 4,20,016 લોકોના જીવ જઈ ચૂક્યા છે. આ દરમિયાન એક મોટી ચિંતાની વાત એ છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘટવાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસ ઘટી નથી રહ્યા અને હજુ પણ આ આંકડો 4,08.977 છે. વળી, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસનો કુલ 42,78,82,261 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
વધતા કેસોથી ત્રીજી લહેરની સંભાવના?
કોરોના વાયરસનો દૈનિક રિપોર્ટ રજૂ કરતા આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં હાલમાં દર્દીઓનો રિકવરી રેટ 97.35 ટકા છે. આ ઉપરાંત દૈનિક પૉઝિટિવિટી રેટ 2.40 ટકા છે જે સતત 33માં દિવસે 3 ટકાથી નીચે બનેલો છે. તમને જણાવી દઈએ કે કોરોનાના દૈનિક કેસોમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન થોડો વધારો થયા ત્યારબાદ મહામારીની ત્રીજી લહેરને લઈને સંભાવનાઓ વધી ગઈ છે. દિલ્લી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ શુક્રવારે જણાવ્યુ કે જો લોકોએ યોગ્ય રીતે કોરોના નિયમોનુ પાલન કર્યુ તો સંક્રમણની ત્રીજી લહેરને ટાળી શકાય છે.












Click it and Unblock the Notifications
