For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46,617 કોરોના કેસ અને 853 મોત, અત્યાર સુધી 4 લાખ લોકોના ગયા જીવ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘટતી જોવા મળી રહી છે. જુઓ લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘટતી જોવા મળી રહી છે. શુક્રવાર(2 જુલાઈ)ના રોજ છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,617 નવા કોરોના કેસ સામે આવ્યા છે. વળી, 59,384 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 853 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 4,00,312 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારત દુનિયાનો ત્રીજો દેશ છે જ્યાં કોરોનાના કારણે 4 લાખ લોકોના જીવ ગયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 5,09,637 છે.

Recommended Video

નેશનલ કોરોના અપડેટ : ભારતમાં નવા 46,617 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

covid

દેશમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા 3,04,58,251 છે. વળી, અત્યાર સુધી 2,95,48,302 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સીનેશનનો આંકડો 34,00,76,232 પર પહોંચી ગયો છે. ભારત શુક્રવાર(2 જુલાઈ) એ અમેરિકા અને બ્રાઝિલ બાદ 4 લાખથી વધુ કોરોના મોત રિપોર્ટ કરનાર દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે. આ ત્રણે દેશો ઉપરાંત મેક્સિકો એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાથી 2 લાખ મોત થયા છે.અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 6 લાખ મોત થયા છે. વળી, બ્રાઝિલમાં કોરોનાથી 5.2 લાખ લોકોના જીવ ગયા છે.

ભારતમાં કોરોનાથી 4 લાખ લોકોના મોત થયા છે. વળી, મેક્સિકોમાં 2.3 લાખ લોકોના મોત થયા અને પેરુમાં 1.9 લાખ લોકોના જીવ કોરોનાના કારણે થયા છે. ત્યારબાદ રશિયા, બ્રિટન, ઈટલી, ફ્રાંસ અને કોલંબિયામાં કોરોનાથી મોત વધુ થયા છે. જો કે બાકીના દેશોની તુલનામાં પ્રતિ મિલિયન જનસંખ્યાના આધારે ભારતમાં મૃત્યુ સૌથી ઓછા 287 છે. ફ્રાંસ, મેક્સિકો, અમેરિકા અને યુકેમાં આ આંકડો 1000થી 2000ની વચ્ચે છે. વળી, રશિયામાં આ 916 છે.

English summary
Corona Update: New 46,617 covid-19 cases, 853 died cross 4 lakh in India in last 24 hrs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X