For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે ઘરે જઈને કોરોના રસીકરણનો આદેશ ન આપી શકાય-સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે દેશની વિવિધતાને જોતા COVID-19 નું ડોર ટુ ડોર રસીકરણ શક્ય નથી અને તે હાલની નીતિને દૂર કરવા માટે સામાન્ય નિર્દેશ આપી શકે તેમ નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે દેશની વિવિધતાને જોતા COVID-19 નું ડોર ટુ ડોર રસીકરણ શક્ય નથી અને તે હાલની નીતિને દૂર કરવા માટે સામાન્ય નિર્દેશ આપી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે વિકલાંગો અને સમાજના નબળા વર્ગના લોકો માટે ડોર-ટુ-ડોર COVID-19 સારવારની માંગ કરતી વકીલોની અરજીને માનવાનો ઇનકાર કરતા કહ્યું કે, રસીકરણ અભિયાન પહેલાથી જ ચાલી રહ્યું છે અને 60 ટકાથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Corona vaccination

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અરજદાર યુથ બાર એસોસિએશનને તેમના સૂચનો સાથે આરોગ્ય મંત્રાલયમાં સક્ષમ અધિકારીનો સંપર્ક કરવા કહ્યું છે. તેમણે કહ્યું, લદ્દાખની સ્થિતિ કેરળથી અલગ છે. ઉત્તરપ્રદેશની સ્થિતિ અન્ય કોઈપણ રાજ્યથી અલગ છે. શહેરી વિસ્તારોની પરિસ્થિતિ ગ્રામીણ વિસ્તારોથી અલગ છે. આ વિશાળ દેશમાં દરેક રાજ્યમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ છે. એક બ્રશથી તમને આખા દેશ માટે ઓર્ડર જોઈએ છે. રસીકરણ અભિયાન પહેલેથી જ ચાલી રહ્યું છે અને 60 ટકાથી વધુ વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોઈએ તો મુશ્કેલી સમજવી જોઈએ. તે શાસનની બાબત છે, અમે ન કહીં શકીયે કે તમે હાલની નીતિ હટાવી દો.

અરજીમાં ભારતના સંઘ અને તમામ રાજ્યોના સમાજમાં દિવ્યાંગ અને નબળા વર્ગના ઘરે ઘરે કોવિડ રસીકરણ માટે દિશા નિર્દેશો માંગવામાં આવ્યા હતા, કારણ કે તે કોવિન પોર્ટલ પર પોતાની નોંધણી કરવામાં મુશ્કેલી અનુભવે છે. ખંડપીઠે કહ્યું, રસીકરણ કાર્યક્રમ પહેલેથી જ ચાલી રહ્યો છે અને અદાલત સુઓમોટો લઈને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે દેશની વિવિધતાને ધ્યાનમાં રાખીને સામાન્ય માર્ગદર્શિકા પસાર કરવી શક્ય અને વ્યવહારુ નથી અને સાથે ઉમેર્યું કે, કોઈપણ દિશા નિર્દેશો પસાર થવાથી સરકારની હાલની રસીકરણ નીતિને અસર ન કરવી જોઈએ.

જ્યારે અરજદારના વકીલે કહ્યું કે આરોગ્ય મંત્રાલયને સમય મર્યાદામાં પ્રતિનિધિત્વ પર વિચાર કરવા માટે કહેવામાં આવવું જોઈએ, ત્યારે બેન્ચે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ સમય દરમિયાન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ કેટલા દબાણમાં છે. તેમને ઓક્સિજનની તલાસ કરવાની છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં જાન્યુઆરી મહિનાથી ચાલી રહેલુ રસીકરણ અભિયાન હવે રફ્તાર પકડી રહ્યું છે.

English summary
Corona vaccination cannot be ordered by going from house to house: Supreme Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X