For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine : વધુ 5 દેશોએ ભારતીય વેક્સિન સર્ટીફિકેટને મંજુરી આપી!

ભારતીય વેક્સિન સર્ટીફિકેટનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. હવે પાંચ વધુ દેશોએ તેને માન્યતા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર : ભારતીય વેક્સિન સર્ટીફિકેટનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. હવે પાંચ વધુ દેશોએ તેને માન્યતા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જે દેશોએ હવે ભારતીય વેક્સિન સર્ટીફિકેટને માન્યતા આપી છે તેમાં એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે તાજેતરમાં વિદેશ સચિવ હર્ષ વી શ્રિંગલાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન વેક્સિન સર્ટીફિકેટની પરસ્પર માન્યતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

corona vaccine

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કોવિડ-19 વેક્સિન સર્ટીફિકેટની પરસ્પર માન્યતા જારી કરવામાં આવી છે, જેમાં પાંચ દેશ એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન રાજ્ય, મોરેશિયસ અને મંગોલિયાએ ભારતીય વેક્સિન સર્ટીફિકેટને માન્યતા આપી છે. નોંધનીય છે કે તાજેતરમાં વિદેશ સચિવ હર્ષ વી શ્રિંગલાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન વેક્સિન સર્ટીફિકેટની પરસ્પર માન્યતા અંગે ચર્ચા કરવામાં આવી છે. શુક્રવારે તેમણે કહ્યું કે વેક્સિન સર્ટીફિકેટના મુદ્દા પર ખાસ કરીને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રસીની પરસ્પર માન્યતા પર વાતચીત થઈ હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ અને વધુ સુવિધાજનક બનાવવા માટે દ્વિપક્ષીય રીતે કામ કરવામાં આવશે.

તેમને એમ પણ કહ્યું કે, પીએમે જે મુદ્દા પર ભાર મૂકવાનો પ્રયાસ કર્યો હતો તે સમજાયુ છે. મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય પ્રવાસની સુવિધા આપવાના વિચારથી ખૂબ ખુશ છે અને લાગે છે કે તેના પર સામૂહિક રીતે કામ કરવાની જરૂર છે. ગયા મહિને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે હંગેરી અને સર્બિયા પણ ભારતીય કોવિડ-19 વેક્સિન સર્ટીફિકેટને પરસ્પર માન્યતા આપવા સંમત થયા છે.

તમને જણાવી દઈએ કે શરૂઆતમાં યુકેને આનાથી થોડી સમસ્યા હતી. પરંતુ જ્યારે ભારતે તેને જવાબ આપ્યો ત્યારે તે કોવિડશિલ્ડ રસીને માન્યતા આપવા સંમત થયું. આ રસી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા ફોર્મ્યુલા પર આધારિત છે, પરંતુ બ્રિટન કોવિનમાંથી બનાવેલ રસીના સર્ટીફિકેટ સામે વાંધો ઉઠાવી રહ્યું હતું.

English summary
Corona Vaccine: 5 more countries approve Indian Vaccine Certificate!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X