For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની રસી લેનાર હેલ્થ-વર્કરનું મૃત્યુ, તંત્રએ કહ્યું 'વૅક્સિન સાથે સંબંધ નથી' - BBC TOP NEWS

કોરોનાની રસી લેનાર હેલ્થ-વર્કરનું મૃત્યુ, તંત્રએ કહ્યું 'વૅક્સિન સાથે સંબંધ નથી' - BBC TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કોરોના વાઇરસ રસીકરણ

એનડીટીવીના અહેવાલ અનુસાર તેલંગણાના નિર્મલ જિલ્લામાં કોરોના વાઇરસની રસી લીધા પછી 42 વર્ષીય હેલ્થ-વર્કરનું મૃત્યુ થયું છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આનો કોરોના વાઇરસની વૅક્સિન સાથે કોઈ સંબંધ નથી.

આ હેલ્થ-વર્કરને મંગળવારે સવારે 11.30 વાગ્યે પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં રસી આપવામાં આવી હતી. બુધવારે સવારે અઢી વાગ્યે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

આરોગ્ય અધિકારી જી શ્રીનિવાસ રાવે કહ્યું કે તેમને જ્યારે સાડા પાંચ વાગે હૉસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મૃત્યુને વૅક્સિન સાથે કોઈ સંબંધ નથી. ગાઇડલાઇન્સ અનુસાર ડૉક્ટરોની ટીમ તરફથી પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.

રસીકરણ પછી થતી આડ અસરને ચકાસવા બનાવેલી કમિટી આ કેસને જોઈ રહી છે અને પોતાનો અહેવાલ રાજ્યની કમિટી સમક્ષ રજૂ કરશે. આ કમિટી કેન્દ્ર સરકારની કમિટીને અહેવાલ મોકલશે.


અશાંત ધારામાં ફેરફાર પર ગુજરાત હાઈકોર્ટેનો સ્ટે

ગુજરાત હાઈકોર્ટ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે વિવાદિત અશાંત ધારાના કાયદામાં કરાયેલા સુધારાના અમલના જાહેરનામા પર સ્ટે આપ્યો છે.

જમિયત-એ-ઉલેમા-એ-હિંદનું કહેવું છે કે આ સુધારા ભારતીય બંધારણનાં મૂલ્ય, સમાનતાના અધિકાર, બંધારણીય નૈતિકતાનું અપમાન કરે છે.

અશાંત ધારાનો કાયદો જ્યાં લાગુ કરવામાં આવે છે તે વિસ્તારમાં એક ધર્મની વ્યક્તિ બીજા કોઈ ધર્મની વ્યક્તિને પોતાની સંપત્તિ વેચી શકતી નથી અને જો વેચવી હોય તો તેણે સરકારની પરવાનગી લેવી પડે છે.

ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે ત્રીજી ફેબ્રુઆરી સુધી કોઈ જાહેરનામું બહાર પાડવામાં ન આવે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
corona vaccine: health worker died, minister says its not due to vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X