For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine:વધુ એક કોરોના વેક્સિન તૈયાર, સીરમે Covovax વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગી

કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતને ટૂંક સમયમાં વધુ એક રસી મળી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનને નોવાવેક્સ રસીના ઇમરજન્સી યુઝ માટે આવેદન કર્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતને ટૂંક સમયમાં વધુ એક રસી મળી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનને નોવાવેક્સ રસીના ઇમરજન્સી યુઝ માટે આવેદન કર્યુ છે. યુએસ સ્થિત નોવાવેક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વચ્ચે રસી ઉત્પાદનને લઈને કરાર થયા છે. સીરમ ભારત કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન પણ કરી રહ્યું છે.

Corona Vaccine

કોરોનાની આવી રહેલી વધુ એક રસીનું નામ કોવોવેક્સ છે. આ રસી સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે. આ રસી ઓક્ટોબરથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. બીજી તરફ બાળકોને કોવોવેક્સ માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે તેમને આશા છે કે કોવિડ-19ની વધુ એક વેક્સિન ઓક્ટોબરમાં પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. પુનાવાલાની કંપનીએ ભારતમાં આ રસી બનાવી છે. આ રસી 2022 માં બાળકો માટે પણ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. પૂનાવાલાએ સીરમ સંસ્થાને ટેકો આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. જણાવ્યું હતું કે કંપની કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે, જેથી માંગ પૂરી કરી શકાય.

English summary
Corona Virus: One More Corona Vaccine Prepared, Serum Seeks Permission for Emergency Use of Covovax Vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X