Corona Vaccine: ડિસેમ્બર સુધીમાં ભારતમાં અધધ આટલી વેક્સિનનું ઉત્પાદન થશે!

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયું છે. અત્યાર સુધીમાં દેશમાં 49,53,27,595 ડોઝ રસી આપવામાં આવી છે.

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયું છે. અત્યાર સુધીમાં દેશમાં 49,53,27,595 ડોઝ રસી આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આગામી મહિનાઓમાં ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં કોવિડ-19 રસીના 136 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ કોવિશિલ્ડ અને કોવાક્સિનના ડોઝ ઉપલબ્ધ થશે. રસીકરણ લક્ષ્ય પરની વડા પ્રધાન કાર્યાલય તરફથી સાંસદોને આપવામાં આવેલી એક નોટમાં ભારતના રસી ઉત્પાદન લક્ષ્યોની વિગતો આપી છે, જેમાં જણાવ્યુ છે કે ડિસેમ્બર સુધીમાં ભારતમાં 136 મિલિયન રસીના ડોઝ બનશે.

Corona Vaccine

ઓગસ્ટ-2021 માં રસીનું ઉત્પાદન કેટલું થશે?

કો વેક્સિન - 3.15 કરોડ
કોવિશિલ્ડ - 23 કરોડ
કુલ ડોઝ - 26.15 કરોડ

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2021 માં રસીનું ઉત્પાદન કેટલું થશે?
કો વેક્સિન - 5.25
કોવિશિલ્ડ - 23 Cr
કુલ ડોઝ - 28.25 કરોડ

ઓગસ્ટથી ડિસેમ્બર -2021 સુધીમાં રસીનું ઉત્પાદન કેટલું થશે?
કો વેક્સિન - 21.55 કરોડ
કોવિશિલ્ડ - 115 કરોડ
કુલ ડોઝ - 136.55 કરોડ

રસી ખરીદવા પાછળ કેટલો ખર્ચ થશે?
ઓગસ્ટથી ડિસેમ્બર 2021 માટે કેન્દ્ર સરકારે આપેલા ઓર્ડર અનુસાર, કોવિશિલ્ડ રસીની કુલ 75 ટકા ડોઝની કિંમત 8071.87 કરોડ રૂપિયા છે. 215.25 પ્રતિ ડોઝની કિંમતથી ખરીદવામાં આવશે.

આ નોટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર ભારત બાયોટેક પાસેથી 6,433.87 કરોડના ખર્ચે 225.75 રૂપિયા પ્રતિ ડોઝ પર 28.5 કરોડ કો વેક્સિન ડોઝ ખરીદશે. કુલ મળીને, કુલ 88 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે અને કેન્દ્ર 66 કરોડ ડોઝ ખરીદશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X