For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : ડેલ્ટા બાદ હવે કોરોનાના આ વેરિઅન્ટે ટેન્શન વધાર્યું!

2019 માં ચીનના વુહાનમાં પ્રથમ વખત જોવા મળેલા કોરોના વાયરસે બે વર્ષમાં સમગ્ર વિશ્વને ઝપેટમાં લઈ લીધું છે. આ વાયરસ ઝડપથી ફેલાય છે એટલુ જ નહી પરંતુ ઝડપથી પરિવર્તિત પણ થઈ રહ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

2019 માં ચીનના વુહાનમાં પ્રથમ વખત જોવા મળેલા કોરોના વાયરસે બે વર્ષમાં સમગ્ર વિશ્વને ઝપેટમાં લઈ લીધું છે. આ વાયરસ ઝડપથી ફેલાય છે એટલુ જ નહી પરંતુ ઝડપથી પરિવર્તિત પણ થઈ રહ્યો છે. વાયરસ એટલો બદલાઈ ગયો છે કે તેની માહિતી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્રીક મૂળાક્ષરોના અક્ષરોના આધારે તેના નામ આપવા પડ્યા છે. વાયરસમાં સતત પરિવર્તનથી નિષ્ણાતોમાં ચિંતા વધી છે. આ નવા વેરિઅન્ટ રોગપ્રતિકારક તંત્ર સામે લડવાની ક્ષમતા વિકસાવી રહ્યા છે. આ વર્ષે ઉનાળામાં ડેલ્ટા વેરિઅન્ટે ભારતમાં પાયમાલી સર્જ્યા બાદ હવે તે વિશ્વના ઘણા દેશોમાં પહોંચ્યું છે.

Corona Virus

ડેલ્ટા વેરિઅન્ટ, જેની પ્રથમ ભારતમાં ઓળખ કરવામાં આવી હતી, તે હાલ સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ છે. વાયરસનું આ વેરિઅન્ટ ઘણા દેશોમાં લોકોને અસર કરી રહ્યું છે અને અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમણ ક્ષમતા ધરાવે છે. ડબ્લ્યુએચઓએ ડેલ્ટા વેરિઅન્ટને ચિંતાના કારણ તરીકે વર્ગીકૃત કર્યું છે, જેનો અર્થ છે કે આ વેરિઅન્ટ સંક્રમણ ફેલાવવામાં, ગંભીર રોગ પેદા કરવા અને રસીઓ દ્વારા આપવામાં આવતી સુરક્ષાને બાયપાસ કરવામાં સક્ષમ છે.

ડેલ્ટાની સૌથી મોટી તાકાત તેનું ઝડપી સંક્રમણ છે. ચીનના સંશોધકોએ શોધ્યુ છે કે ડેલ્ટાથી સંક્રમિત લોકોના નાકમાં કોરોના વાયરસના મૂળ વેરિઅન્ટ કરતા 1260 ગણા વધુ વાયરસ હોય છે. જ્યારે કેટલાક યુએસ સંશોધકો જણાવે છે કે, રસીકરણ કરાયેલ વ્યક્તિઓ અને ન કરાયેલા વ્યક્તિઓમાં સમાન વાયરસ લોડ જોવા મળ્યો છે.

લેમ્બડા વેરિઅન્ટ પેરુમાં ડિસેમ્બરમાં પ્રથમ વખત ઓળખવામાં આવ્યું હતું, ત્યારે તેને સંભવિત ખતરા તરીકે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ હવે વેરિઅન્ટ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જુલાઈમાં લેમ્બડા સંબંધિત કેસમાં વધારો થયો હોવા છતા, છેલ્લા ચાર અઠવાડિયાથી વૈશ્વિક સ્તરે આ વેરિઅન્ટના કેસમાં ઘટાડો થયો છે. WHO એ લેમ્બડાને વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રસ્ટ તરીકે વર્ગીકૃત કર્યુ છે. જેનો અર્થ છે કે તે પરિવર્તન અથવા વધુ ગંભીર હોવાની શંકા છે પરંતુ તે હજુ તપાસ હેઠળ છે.

MU વેરિએન્ટ અગાઉ B.1.621 તરીકે ઓળખાતું હતું, જાન્યુઆરીમાં કોલમ્બિયામાં પ્રથમ વખત ઓળખવામાં આવ્યું હતું. બહુવિધ વેરિઅન્ટની ઓળખ બાદ WHO એ 30 ઓગસ્ટના રોજ તેને વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું હતુ.

English summary
Corona Virus: After Delta, now this variant of Corona has increased the tension!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X