For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : વિશ્વમાં કોરોનાથી મોતનો આંકડો 50 લાખને પાર!

વૈશ્વિક સ્તરે હજુ પણ કોરોનાનો કહેર હજુ ચાલુ છે. કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ વિશ્વભરમાં આતંક મચાવી રહ્યું છે. જેના કારણે શુક્રવારે વિશ્વમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 02 ઓક્ટોબર : વૈશ્વિક સ્તરે હજુ પણ કોરોનાનો કહેર હજુ ચાલુ છે. કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ વિશ્વભરમાં આતંક મચાવી રહ્યું છે. જેના કારણે શુક્રવારે વિશ્વમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના વિશ્લેષણ મુજબ, વિશ્વભરમાં કોવિડથી મૃત્યુઆંક 25 લાખ સુધી પહોંચવામાં 1 વર્ષ લાગ્યુ, જ્યારે 50 લાખ સુધી પહોંચવામાં માત્ર 236 દિવસ લાગ્યા.

અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ

અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ

અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે દર અઠવાડિયે સરેરાશ 8000 દર્દીઓ મૃત્યુ પામે છે. એટલે કે દર એક મિનિટે 5 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે થયેલા 50 લાખ મોતમાં સૌથી વધુ લોકો અમેરિકાના છે. અમેરિકા પછી બ્રાઝિલ અને ત્યારબાદ ભારત આવે છે. અમેરિકામાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે.

અમેરિકામાં બાળકો સૌથી વધુ કોરોનાનો ભોગ બની રહ્યાં છે

અમેરિકામાં બાળકો સૌથી વધુ કોરોનાનો ભોગ બની રહ્યાં છે

અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 108 દિવસ પહેલા 6 લાખ હતો. ડેલ્ટા વેરિએન્ટને કારણે અહીં ફરી એક વખથ પરિસ્થિતિ બેકાબૂ બની છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં યુએસની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ દર્દીઓમાં બાળકોની સંખ્યા પણ ઘણી વધારે છે. વેક્સિન ન લેનારા લોકોને પણ આ સ્થિતી માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતી

ભારતમાં કોરોનાની સ્થિતી

ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ, તો હવે પરિસ્થિતિ પહેલા કરતા વધુ સારી અને નિયંત્રણમાં છે. જો કે દરરોજ નવા કેસની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,354 નવા કેસ મળી આવ્યા છે. ભારતમાં 197 દિવસ પછી કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 2 લાખ 72 હજાર 889 છે.

English summary
Corona Virus: Corona death toll crosses 5 million worldwide!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X