For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : આગળના 40 દિવસ ભારત માટે ભારે, જાણો શું કહ્યું નિષ્ણાતોએ?

જાણકારોએ ચેતવણી આપી છે કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BF.7 ઝડપથી ફેલાઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચીન અને અમેરિકા સહિત દુનિયાના કેટલાક દેશોમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ભારતમાં ભયનો માહોલ છે. ભારત સરકાર પણ આવી રહેલા ખતરાને નજર અંદાજ કરવાને બદલે તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારત સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે અને તૈયારી કરવા જણાવ્યુ છે ત્યારે હવે આ સ્થિતીમાં ભારતમાં નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે.

coronavirus

દેશમાં આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગળના 40 દિવસ ભારત માટે મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર, ભૂતકાળના વલણોને અનુસરતા ભારતમાં જાન્યુઆરીના મધ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. હવે જાણકારોએ ચેતવણી આપી છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BF.7 ઝડપથી ફેલાઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બરના એક રિપોર્ટ અનુસાર ભારતમાં અત્યારસુધીમાં BF.7 વેરિએન્ટના ચાલ કેસ સામે આવી ચુક્યા છે. ચીનમાં કોરોના વાયરસ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે તેની પાછળ ઓમિક્રોનનું આ સબ વેરિઅન્ટ જવાબદાર છે.

English summary
Corona Virus: Next 40 days dangerous for India, know what the experts said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X