For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં એક જ પરિવારના 5 લોકોને થયો કોરોના વાયરસ

કેરળમાં એક જ પરિવારના 5 લોકોને થયો કોરોના વાયરસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા વધતા જઈ રહ્યા છે. રવિવારે વધુ પાંચ મામલા સામે આવ્યા છે, જે બાદ દેશમાં અત્યારે હોરોના વાયરસના 39 મામલા થઈ ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના 5 નવા મામલા સામે આવ્યા છે. પાંચેય દર્દીઓના સેમ્પલ ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. તેમને પથાનામથિટ્ટાના હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જાણકારી મુજબ પાંચેય લોકો એક જ પરિવારના છે અને હાલમાં જ ઈટલીથી પરત ફર્યા છે.

Coronavirus

કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે પરિવારના સભ્યોએ એરપોર્ટ પર પોતાની યાત્રાનું વિવરણ નહોતું આપ્યું જેના કારણે તેમની તપાસ નહોતી થઈ શકી. જે પાંચ લોકોની તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં એક બાળક પણ છે. અગાઉ શનિવારે દેશમા કોરોના વાયરસના ત્રણ મામલા સામે આવ્યા હતા, જે બાદ આ સંખ્યા વધીને 34 થઈ ગઈ હતી. ઓમાનથી પરત ફરેલ તમિલનાડુના એક વ્યક્તિમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવ્યું હતું. આ ઉપરાંત ઈરાનથી પરત ફરેલ લદ્દાખના બે લોકોમાં કોરોના વાયરસ જોવા મળ્યા. આવી રીતે ગત 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 8 નવા કેસ સામે આવી ચૂક્યા છે.

અગાઉ કેરળથી ત્રણ કેસ સમે આવ્યા હતા, જે ઠીક થઈ ગયા છે. પરંતુ હવે 5 નવા દર્દીના સેમ્પલ પોજિટિવ આવ્યા છે. જે બાદ દિલ્હીમાં એક કેસ આવ્યો જેના કારણે તેના ઓળખીતા 6 લોકો પણ કોરોનાના લપેટામાં આવી ગયા, જેમાંથી એક ભારતીય અને 17 ઈટલીના નાગરિક છે. આ ઉપરાંત ગુરુગ્રામ, ગાજિયાબાદ, તેલંગાણા, તમિલનાડુથી એક-એક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની ઓળખ થઈ છે. જ્યારે લદ્દાખના બે લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કોલ 39 પોજિટિવ મામલા સામે આવી ચૂક્યા છે અને 3નો ઈલાજ થઈ ચૂક્યો છે. એવામાં હવે કોરોના વાયરસના 36 દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો છે.

પહેલીવાર સામે આવ્યો કોરોના વાયરસનો અસલી ચહેરો, જુઓ કેટલો ખતરનાક છે આ વાયરસપહેલીવાર સામે આવ્યો કોરોના વાયરસનો અસલી ચહેરો, જુઓ કેટલો ખતરનાક છે આ વાયરસ

English summary
Coronavirus confirmed cases in India reaches to 39 as 5 more test positive in Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X