For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સક્રિય કોરોના કેસ સતત 14 દિવસથી 10 લાખથી ઓછા, આ મોટી સફળતાઃ આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ કે દેશમાં છેલ્લા 14 દિવસથી કોરોના વાયરસના સક્રિય કેસ સતત 10 લાખથી ઓછા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ કે દેશમાં છેલ્લા 14 દિવસથી કોરોના વાયરસના સક્રિય કેસ સતત 10 લાખથી ઓછા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આ એક મોટી સફળતા છે કે જેટલા નવા કેસ આવી રહ્યા છે લગભગ તેટલા જ દર્દી સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 74,442 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 76,737 રિકવરી થઈ છે. ત્યારબાદ સોમવાર સુધી દેશમાં કોરોનાના સક્રિય કેસ 9,34,427 છે જે કુલ કેસના 14.11 ટકા છે. અત્યાર સુધી દેશમાં 55,86,703 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. દેશના 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 77 ટકા સક્રિય કેસ છે.

corona

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 903 દર્દીના કોરોનાથી મોત થયા છે. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આમાંથી 82 ટકા મોત થયા છે. 36 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 326 મોત અને કર્ણાટકમાં 67 મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 9 લાખ 89 હજાર 860 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આને મિલાવીને દેશભરમાં અત્યાર સુધી કુલ 7 કરોડ 99 લાખ 82 હજાર 394 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 66 લાખ 23 હજાર 816 કેસ સામે આવી ચૂક્યા છે આમાંથી 55 લાખ 86 હજાર 704 લોકો રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત દેશમાં હાલમાં 9 લાખ 34 હજાર 427 સક્રિય કેસ છે. કોરોનાથી મોતનો આંકડો વધીને 1 લાખ 2 હજાર 685 સુધી પહોંચી ચૂક્યો છે. મંત્રાલયે જણાવ્યુ કે સંક્રમિત થવાના દરમાં ઘણો ઘટાડો થયો છે. કોરોના વાયરસના સંક્રમણને સીમિત કરવામાં તપાસે ઘણા પ્રભાવી ઉપાય તરીકે કામ કર્યુ છે.

કોરોના પૉઝિટીવ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, બંનેના રિપોર્ટ નેગેટીવકોરોના પૉઝિટીવ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, બંનેના રિપોર્ટ નેગેટીવ

English summary
Coronavirus active cases continue to be less than 10 lakhs for 14 days says Health ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X