For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:કેરળમાં બે દિવસના સંપુર્ણ લોકડાઉનની જાહેરાત

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાને પહોંચી વળવા કેરળ સરકારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બે દિવસ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાને પહોંચી વળવા કેરળ સરકારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બે દિવસ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે નિષ્ણાતોની એક ટીમ રાજ્ય સરકારને મદદ કરવા માટે મોકલી છે.

ઈદને સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ ગણાવી

ઈદને સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ ગણાવી

સુત્રોથી મળતી માહિતી મુજબ, હાલમાં જ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કેરળ સરકારને એક પત્ર લખીને કેરળમાં ઉજવવામાં આવેલી ઈદને "સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ" ગણાવી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે કોરોનાની માર્ગદર્શિકાનું સખત પાલન કરવાની જરૂર છે. તહેવારો-સામાજિક કાર્યો દરમિયાન કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરવાની જરૂર છે, જેથી રોગચાળાને કાબૂમાં કરી શકાય. જણાવી દઈએ કે કેરળ સરકારે ઈદ દરમિયાન રાજ્યમાં લોકડાઉન હળવુ કરી દીધું હતું, જેના પર સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

અચાનક કેસમાં ઉછાળો

અચાનક કેસમાં ઉછાળો

કેરળમાં કોરોનાના કેસમાં અચાનક મોટો વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કોરોના દર્દીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ વિભાગના નિયામકની અધ્યક્ષતાવાળી છ સભ્યોની એક ટીમ કેરળ મોકલી છે. નિષ્ણાતોની આ ટીમ રાજ્ય સરકારના સહયોગથી કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આ માહિતી આપી હતી.

બુધવારે 22,056 નવા કેસ નોંધાયા

બુધવારે 22,056 નવા કેસ નોંધાયા

જણાવી દઈએ કે કેરળમાં બુધવારે કોવિડ-19 ના 22,056 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં કુલ સંખ્યા 33,27,301 પર પહોંચી છે, જ્યારે વાયરસથી વધુ 131 ના મોત સાથે મૃત્યુઆંક 16,457 પર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ 24 કલાકમાં 17,761 લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 31,60,804 લોકો સાજા થઈ પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 1,49,534 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત

આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત

સૌથી પ્રભાવિત જિલ્લાઓની વાત કરવામાં આવે તો મલપ્પુરમમાં 3931, ત્રિસુરમાં 3005, કોઝિકોડમાં 2400, એર્નાકુલમમાં 2397, પલક્કડમાં 1649, કોલ્લમમાં 1462, અલપ્પુઝામાં 1461, કન્નુરમાં 1179, તિરુવનંતપુરમમાં 1101 અને કોટ્ટાયમ 1067 કેસ સાથે સૌથી પ્રભાવિત જિલ્લાઓ છે.

English summary
Coronavirus: Announcing a two-day complete lockdown in Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X