For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AY.4.2 વેરિઅંટ અને તહેવારની સિઝનની બેદરકારી પડી શકે છે ભારે, શું ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યુ છે ભારત?

દેશમાં ગયા એપ્રિલ-મેમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિઅંટનુ એક નવુ સંસ્કરણ એવાય. 4.2 પણ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ભલે રોજ આવતા કોરોના વાયરના કેસોની સંખ્યા ઓછી થઈ રહી હોય પરંતુ તહેવારની સિઝન સમાપ્ત થયા બાદ કોરોના કેસોમાં સંભવિત વૃદ્ધિને લઈને વિશેષજ્ઞો ચિંતામાં છે. દેશભરમાં મનાવવામાં આવી રહેલ દિવાળીના તહેવાર માટે બજારોમાં ભારે ભીડ છે. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટંસીંગ અને કોવિડ પ્રોટોકૉલની જોરદાર અવગણના કરતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ દેશમાં ગયા એપ્રિલ-મેમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિઅંટનુ એક નવુ સંસ્કરણ એવાય. 4.2 પણ સામે આવ્યુ છે. જેના વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે ભવિષ્યમાં ત્રીજા લહેર ફેલાવવા માટે એક કારણ હોઈ શકે છે.

surat market

જો કે વિશેષજ્ઞોનુ કહેવુ છે કે એવાય.4.2 સંસ્કરણથી ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાના સમર્થનમાં હવે ખૂબ ઓછો ડેટા ઉપલબ્ધ છે. એવામાં એક નજર ભારત અને દુનિયામાં કોવિડ-19ની સ્થિતિ પર નાખીએ.

શું છે એવાય.4.2 વેરિઅંટ?

કોવિડ વાયરસનો એવાય. 4.2 વેરિઅંટ એ પરિવાર સાથે સંબંધિત છે જેને ડેલ્ટા કે બી.1.617.2ના નામથી ઓળખવામાં આવે છે. કોરોનાનો આ વેરિઅંટ સૌથી પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં જોવા મળ્યો હતો અને તે દેશમાં કહેર વરસાવનાર બીજી લહેર માટે જવાબદાર હતો. તે ડેલ્ટા વેરિઅંટની જ એક ઉપશાખા છે. અત્યાર સુધી ડેલ્ટા વેરિઅંટમાં 55 ઉપશાખાઓ મળી ચૂકી છે.

કોવિડ-19ના એવાય 4.2ને પહેલી વાર આ જુલાઈમાં બ્રિટનમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ હાલના દિવસોમાં આ સબવેરિઅંટ સાથે જોડાયેલા કેસોમાં વધારો જોવા મળ્યો છે. વળી, સંશોધનકર્તાઓમાં મોટાભાગે એ વાત પર સંમતિ થઈ છે કે આ સબવેરિઅંટ વધુ સંક્રમક છે પરંતુ હજુ સુધી આમાં તત્કાલ ચિંતાનો કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.

ડબ્લ્યુએચઓનુ શું કહેવુ છે?

વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ એવાય.4.2 પ્રકારના કેસોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. હાલમાં જ ડબ્લ્યુએચઓએ કહ્યુ હતુ કે એવાય.4.2 સંક્રમણના કુલ 26,000 કેસ વિશે જાણવા મળ્યુ છે. આ મૂળ ડેલ્ટા વેરિઅંટની તુલનામાં કમસે કમ 15 ટકા વધુ સંક્રમક છે.

ભારતમાં ચિંતાનુ કારણ

ભારતમાં આ વર્ષે એપ્રિલ અને મેમાં કોરોના વાયરસના કહેરને જોવામાં આવ્યો છે. જ્યારે હૉસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ ઑક્સિજનની ભયંકર કમી થઈ ગઈ હતી જેના કારણે મોતના રેકૉર્ડ કેસ સામે આવ્યા. આજે પણ આ દોરની યાદો લોકોના મનમાંથી નીકળી નથી. જો કે ત્યારબાદ મોટી સંખયામાં વેક્સીનેશન અને કોવિડ વિરોધી ઉપાયોના કારણે સંક્રમણના કેસોમાં કમી આવી છે પરંતુ રાજ્યોએ તહેવાની સિઝનમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા પર જોર આપ્યુ છે કારણકે દિવાળી પછી કોરોના કેસોમાં વધારાની ભવિષ્ટવાણી કરવામાં આવી છે. આ પહેલા કેરળમાં ઓણમ પર્વ દરમિયાન કોરોના કેસોમાં વધારો જોવા મળી ચૂક્યો છે.

English summary
Coronavirus ay.4.2 variant and festive season fueling the third wave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X