For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખર ઘટી રહ્યા છે કોરોનાના કેસ? એક્સપર્ટે આપ્યો આ જવાબ

દેશમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ઘટાડા પર એક્સપર્ટે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસ મહામારી પોતાનુ વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે અને સતત વધી રહેલા દર્દીઓના કારણે દિલ્લી સહિત ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં ઑક્સિજનનુ સંકટ પણ ઘેરાઈ રહ્યુ છે. સોમવારે કર્ણાટકના ચામરાજનગરમાં ઑક્સિજનની કમીના કારણે 24 દર્દીઓના મોત થઈ ગયા. જો કે સતત વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયને સોમવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે દેશના અમુક રાજ્યોમાં સંક્રમણના કેસોમાં કમી આવી રહી છે. વળી, વિશેષજ્ઞોએ સરકારના આ નિવેદન પર પોતાની અસંમતિ દર્શાવી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ રીતે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવુ ઉતાવળ ગણાશે.

'13 રાજ્યોમાં કોરોના કેસ ઘટ્યાના સંકેત'

'13 રાજ્યોમાં કોરોના કેસ ઘટ્યાના સંકેત'

સોમવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ, 'દિલ્લી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત 13 રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના કેસોમાં કમીના પ્રારંભિક સંકેત મળ્યા છે. વળી, બિહાર, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.'

'12 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ 1 લાખથી વધુ'

'12 રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ 1 લાખથી વધુ'

લવ અગ્રવાલે જણાવ્યુ, 'છત્તીસગઢમાં 29 એપ્રિલના રોજ કોરોના વાયરસના 15583 કેસ સામે આવ્યા જ્યારે 2 મેના રોજ 14087 કેસ મળ્યા. આ રીતે દિલ્લી, દીવ અને દમણ, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ એવા 12 રાજ્યો છે જ્યાં સક્રિય કેસ 1 લાખથી વધુ છે.'

મોદી સરકાર કેમ નથી સમજતી કે કોરોનાને રોકવા માટે લૉકડાઉન લગાવવુ જ પડશેઃ રાહુલ ગાંધીમોદી સરકાર કેમ નથી સમજતી કે કોરોનાને રોકવા માટે લૉકડાઉન લગાવવુ જ પડશેઃ રાહુલ ગાંધી

શું છે વિશેષજ્ઞોનુ મંતવ્ય

શું છે વિશેષજ્ઞોનુ મંતવ્ય

જો કે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણના આ નિવેદન પર વિશેષજ્ઞોનુ કહેવુ છે કે હજુ આને એક ટ્રેન્ડ તરીકે જોવુ ઉતાવળ ગણાશે. હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ આરોગ્ય વિશેષજ્ઞએ જણાવ્યુ, 'તમે માત્ર 48 કલાક કે 72 કલાકના આંકડાઓના આધારે કોરોના વાયરસ વિશે કોઈ મંતવ્ય કે ટ્રેન્ડ ન બનાવી શકો. બની શકે કે તમે ઉતાવળ કરી રહ્યા હોય. આના માટે એક ટ્રેન્ડ જોવા માટે અમુક સપ્તાહના અધ્યયનની જરૂર છે.'

English summary
Coronavirus cases down in some states, is it true or not, experts gave answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X