For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકમાં 45,720 નવા કેસ, કુલ કેસ 12 લાખથી વધુ થયા

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સર્વાધિક 45,720 નવા કેસ સામે આવ્યા છે અને 1129 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ હજુ પણ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સર્વાધિક 45,720 નવા કેસ સામે આવ્યા છે અને 1129 લોકોના મોત થયા છે. દેશમાં હવે કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 12,38,635 થઈ ગઈ છે. જેમાં 4,26,167 કેસ સક્રિય છે, 7,82,606 લોકો રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત થયા છે અને મરનારની કુલ સંખ્યા 29,861 થઈ ગઈ છે.

corona

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર 22 જુલાઈ સુધી ટેસ્ટ કરાયેલા કોવિડ-19 સેમ્પલોની કુલ સંખ્યા 1,50,75,369 છે જેમાં 3,50823 સેમ્પલોનો ટેસ્ટ બુધવારે કરવામાં આવ્યો છે. આઈસીએમઆરનુ કહેવુ છે કે તેણે વધુ બે એન્ટીજન ટેસ્ટ કિટને અપ્રૂવ કરી છે. તેમાંથી એક ભારતીય નિર્માતા-લેબકેર ડાયાગ્નોસ્ટિક લિમિટેડ તેમજ બીજી એક બેલ્જિયમ સ્થિત કંપની-કૉરિસ બાયોકૉન્સેપ્ટની કિટ છે. આ પહેલા પરિષદે એન્ટીજન ટેસ્ટ કિટો માટે એક કોરિયાઈ કંપની એસડી બાયોસેન્સરને મંજૂરી આપી દીધી હતી.

મધ્યપ્રદેશમાં 747 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે અને 14 મોત થયા છે. હવે કુલ કેસોની સંખ્યા 24,842 છે અને કુલ મૃત્યુની સંખ્યા 770 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં એક દિવસમાં 451 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 5300 થઈ ગઈ છે જેમાં 3349 રિકવર અને 57 મોત શામેલ છે. ગુજરાતમાં 1020 નવા પૉઝિટીવ કેસ અને 20 મોત નોંધાયા છે. અહીં 12,016 સક્રિય, 37,240 રિકવર/ડિસ્ચાર્જ કેસો અને 2229 મોતો સહિત કુલ કોરોના કેસોની સંખ્યા વધીને 51,485 થઈ ગઈ છે.

આસામમાં પૂરથી 26 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત, 89ના મોતઆસામમાં પૂરથી 26 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત, 89ના મોત

English summary
Coronavirus cases in india stands at 1238635 including record 45720 new cases health ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X