For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી વધ્યો કોરોનાનો કહેર, 24 કલાકમાં 45,576 નવા દર્દી, 585ના મોત

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ જોખમ એક વાર ફરીથી વધતુ દેખાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ જોખમ એક વાર ફરીથી વધતુ દેખાઈ રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 45,576 નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 89,58,484 થઈ ગઈ છે. 585 નવા મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,31,578 થઈ ગઈ છે. 3,502ની કમી બાદ સક્રિય કેસ 4,43,303 છે. વળી, 48,493 નવા ડિસ્ચાર્જ બાદ કુલ રિકવર થયેલા કેસોની સંખ્યા 83,83,603 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર 18 નવેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 12,85,08,389 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10,28,203 સેમ્પલ બુધવારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.

corona

ક્યાં કેટલા કેસ?

ગુજરાતમાં 1,282 નવા કેસ અને 1,274 રિકવરી નોંધવામાં આવી. રાજ્યમાં કેસોની કુલ સંખ્યા 1,91,642 થઈ ગઈ છે જેમાં 1,75,362 રિકવરી અને 3,823 મોત શામેલ છે. કુલ સક્રિય કેસ 12,457 છે.

મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 32 નવા કેસ સામે આવ્યા છે. કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા હવે 3,513 થઈ ગઈ છે જેમાં 487 સક્રિય કેસ, 3,021 ડિસ્ચાર્જ થઈ ચૂકેલા કેસ અને 5 મોત શામેલ છે. ઝારખંડમાં 251 નવા કોવિડ-19 કેસ, 280 રિકવરી અને 3 મોત નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ 1,06,742 થઈ ગય છે જેમાં 1,03,171 રિકવરી અને 934 મોત શામેલ છે. સક્રિય કેસ 2,637 છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 661 નવા કેસ, 519 રિકવરી અને 13 મોત નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસ 31,401 થઈ ગયા છે જેમાં 6,901 સક્રિય કેસ, 24,002 રિકવરી અને 468 મોત શામેલ છે.

હરિયાણામાં 2,562 નવા કોવિડ-19 કેસ નોંધવામાં આવ્યા છે જેનાથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,07,039 થઈ ગઈ છૈ. સંક્રમણથી રિકવર થયા બાદ અત્યાર સુધી કુલ 1,85,403 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મરનારની સંખ્યા 2.093 છે. સક્રિય કેસ 19,543 છે. મહારાષ્ટ્રમાં 5,011 નવા કેસ, 6,608 રિકવરી અને 100 મોત નોંધવામાં આવ્યા છે. કુલ કેસોની સંખ્યા 17,57,520 છે. રાજ્યમાં 80,221 સક્રિય કેસ છે અને અત્યાર સુધી 16,30,111 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. મરનારની સંખ્યા 46,202 છે.

કર્ણાટકમાં 1,791 નવા કેસ, 1,947 ડિસ્ચાર્જ અને 21 મોત નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ 8,65,931 થઈ ગયા છે. જેમાં 8,29,188 ડિસ્ચાર્જ અને 11,578 મોત શામેલ છે. સક્રિય કેસ 25,146 છે. કેરળમાં કુલ 6,419 નવા કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં 69,394 સક્રિય કેસ છે. હવે અત્યાર સુધી 4,68,460 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશમાં રિકવર થઈને ડિસ્ચાર્જ કરવામાં આવેલા લોકોની કુલ સંખ્યા વધીને 4,867,221 થઈ ગઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 94.31 ટકા છે. સક્રિય કેસોની સંખ્યા 21,954 છે. સંક્રમિત લોકોમાંથી કુલ 7441 લોકોના મોત થયા છે. વળી, દિલ્લીમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. અહીં એક દિવસમાં કોવિડ-19ના કારણે રેકોર્ડ 131 લોકોના મોત થયા છે. આ અત્યાર સુધી એક દિવસમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સૌથી વધુ સંખ્યા છે. દિલ્લીમાં 24 કલાકમાં 7,486 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ સંક્રમણના કુલ કેસ પાંચ લાખ થઈ ગયા છે. વળી, મરનારની સંખ્યા 7,934 થઈ ગઈ છે.

દિલ્લીના આરોગ્ય વિભાગ તરફથી જારી મેડિકલ બુલેટિન મુજબ એક દિવસમાં 62,232 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જોમાંથી 7,486 કોરોના કેસ સામે આવ્યા. દિલ્લીમાં કોવિડ-19થી સંક્રમિત થવાનો દર 12.03 ટકા છે. સક્રિય કેસ 42,458 છે. વળી, 5,03,084 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. અહીં 11 નવેમ્બરે એક દિવસમાં 8,593 કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશની રાજધાનીમાં કોવિડ-19 સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે.

'ગુપકર ગેંગ' પર અબ્દુલ્લાઃ અમિત શાહે મારો ઈતિહાસ નથી વાંચ્યો'ગુપકર ગેંગ' પર અબ્દુલ્લાઃ અમિત શાહે મારો ઈતિહાસ નથી વાંચ્યો

English summary
Coronavirus cases in india surge to 8958484 after 45576 new infections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X