For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સા, કેરળ સહિત 6 રાજ્યોમાં કોરોના કેસ વધવાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી, મોકલી સ્પેશિયલ ટીમ

દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ છેલ્લા અમુક દિવસોમાં વધ્યા છે. જેના વિશે કેન્દ્ર સરકાર ચિંતિત છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર શમી ગઈ છે. પરંતુ દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ છેલ્લા અમુક દિવસોમાં વધ્યા છે. જેના વિશે કેન્દ્ર સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં કોવિડ-19ના વધતા કેસોને જોતા સ્પેશિયલ ટીમ મોકલી છે. કેન્દ્ર સરકારે કેરળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓરિસ્સા, છત્તીસગઢ અને મણિપુર માટે ટીમો મોકલી છે. કેન્દ્રની ટીમ આ રાજ્યોમાં કોરોનાને નિયંત્રણ કરવા અને ઘટાડવા માટે કામ કરશે. આ ઉચ્ચ સ્તરીય ટીમમાં એક ક્લીનિશિયન અને લોક આરોગ્ય વિશેષજ્ઞને પણ શામેલ કરવામાં આવ્યા છે.

covid

કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આ અમારી ટીમો રાજ્યોમાં જઈને કોરોનાના વધતા કેસોની પાછળનુ કારણ અને પડકારોની તપાસ કરશે. તે એ વાતને સુનિશ્ચિત કરશે કે રાજ્યોમાં કોરોનાના બધા નિયમોનુ પાલન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે જો તેમછતાં પણ રાજ્યોમાં કોઈ પ્રકારની કોઈ મુશ્ક્લી આવી તો અમે તેને દૂર કરવાની કોશિશ કરીશુ. કેન્દ્ર સરકારની આ ટીમ એ 6 રાજ્યોમાં કોવિડ-19 મેનેજમેન્ટ, ટેસ્ટિંગ-ટ્રેસિંગ અને કન્ટેનમે્ટ ઑપરેશન્સનુ પણ કામ જોશે. આ ટીમ રાજ્યોની અપડેટ કેન્દ્ર સરકારને આપતી રહેશે.

આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે મણિપુરની ટીમનુ નેતૃત્વ અધિક ડીડીજી અને નિર્દેશક ઈએમઆર ડૉ. એલ સ્વાસ્તિકરણ કરશે. વળી, અરુણાચલ પ્રદેશની ટીમનુ નેતૃત્વ પ્રોફેસર એઆઈઆઈએચ એન્ડ પીએચ ડૉ. સંજય સાધુખાન કરશે. ત્રિપુરા માટે એઆઈઆઈએચ એન્ડ પીએચ નિર્દેશક પ્રોફેસર ડૉ. આરએન સિન્હા કરશે. ઓરિસ્સા માટે કેન્દ્ર સરકારે પબ્લિક હેલ્થ સ્પેશિયલિસ્ટ ગ્રેડ 2 ડૉ. રુચિ જૈનને મોકલ્યા છે. છત્તીસગઢ માટે એઈમ્સ રાયપુરના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. દિબાકર સાહુને મોકલ્યા છે.

English summary
Coronavirus cases increased in these 6 states, Centre sent team to control it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X