
COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ
વિશ્વભરમા કહેર મચાવનાર કોરોના વાયરસે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. કોરોના મહામારીએ સ્વાસ્થ્યથી વધુ લોકોને આર્થિક રીતે અસર કર્યા છે. ધંધા રોજગાર ઠપ થઇ જતાં આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 97,894થી પણ વધુ નવા કેસ નોંધાયા જે ચિંતાજનક છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 51 લાખ 18 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી 83,198 લોકો કોરોના સામેની જંગ હારી ગયા જ્યારે 40 લાખથી વધુ સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. ભારતમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઇ છે જ્યાં અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધુ સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 30,883 લોકો મૃત્યુ પામ્યા છે. તમિલનાડુમાં 8559 લોકો મૃત્યુ પામ્યા છે, દિલ્હીમાં 4839 અને ગુજરાતમાં 3256થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- મહારાષ્ટ્ર 11,21,221
- તમિલનાડુ 519,860
- દિલ્હી 230,269
- ગુજરાત 117,547
- ઉત્તર પ્રદેશ 330,265
- તેલંગાણા 165,003
- કર્ણાટક 484,990
- પશ્ચિમ બંગાળ 212,383
- રાજસ્થાન 107,680
- આંધ્ર પ્રદેશ 592,760
- હરિયાણા 1,01,316
- મધ્ય પ્રદેશ 95,515
- બિહાર 162,463
- આસામ 148,969
જ્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો દુનિયાભરમાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાંથી 9 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 2 કરોડથી વધુ લોકો કોરોના સામેની જંગ જીતીને ઘરે પરત પહોંચી ગયા છે. જે બાદ હજી પણ દુનિયાભરમાં 75 લાખથી વધુ એક્ટિવ કેસ છે. અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ છે જ્યાં 2 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા, બ્રાઝીલમાં 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા, રશિયામાં 18 હજાર અને ભારતમાં 83 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા.
વિશ્વના દેશોની હાલત કફોડી
- અમેરિકાઃ 68,28,301
- બ્રાઝીલઃ 44,21,686
- રશિયાઃ 10,79,519
- ભારતઃ 51,18,253
- પેરૂઃ 7,44,400
- ચીલીઃ 4,39,287
ઘરે જવા નીકળેલા મજૂરોએ હાઈવે પર ધમાલ મચાવ્યો, પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો