For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ કાલે રાતથી બધી ઘરેલુ ઉડાનો પર પણ રોક

કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે સરકારે ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે સરકારે ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે જારી આદેશ મુજબ 24 માર્ચની રાતથી બધી ઘરેલુ ઉડાનો રદ કરી દેવામાં આવી રહી છે. જો કે કાર્ગો ફ્લાઈટ પર આ પ્રતિબંધ લાગુ નહિ થાય. દેશમાં રેલ સેવાઓ પહેલેથી 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. વળી, રાજધાની દિલ્લી સહિત દેશના મોટાભાગના હિસ્સાઓમાં બસ સેવાઓ પણ અટકી ગઈ છે.

flight

રવિવારે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે બીજા પ્રતિબંધ સાથે સાથે 31 માર્ચ સુધી દિલ્લીમાં લૉકડાઉન દરમિયાન બધી ઘરેલુ-આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ રદ રહેશે. બાદમાં દિલ્લી સરકારના નિર્ણયને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પલટી દીધો હતો. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ઉડાનો અંગે નિર્ણય લેવાનો અધિકાર માત્ર કેન્દ્રને છે. એવામાં આઈજીઆઈ એરપોર્ટ પર આવતી અને અહીંથી ઉડાન ભરતી બધી ઘરેલુ ઉડાનોનુ સંચાલન ચાલુ રહેશે. જો કે એક દિવસ બાદ આજે ઉડાનો પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દેશ દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આને જોતા સતત ઘણા પ્રકારના પ્રતિબંધો લાગી રહ્યા છે. પંજાબમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે તતો દેશના એક મોટા ભાગમાં લૉકડાઉન છે. રાજધાની દિલ્લી સહિત દેશભરમાં એ 75 જિલ્લાઓને 31 માર્ચ સુધી લૉકડાઉન કરવાના નિર્દેશ આપ્યા છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજસ્થાન અને ઉત્તરાખંડ પ સંપૂર્ણપણે લૉકડાઉન છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. વળી, સાત લોકોના મોત પણ કોરોના વાયરસના કારણે થયા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે. દુનિયાભરમાં 14 હજારથી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ MP સંકટઃ શિવરાજસિંહ ચૌહાણ આજે રાતે 9 વાગે લઈ શકે છે CM પદના શપથઆ પણ વાંચોઃ MP સંકટઃ શિવરાજસિંહ ચૌહાણ આજે રાતે 9 વાગે લઈ શકે છે CM પદના શપથ

English summary
CORONAVIRUS domestic commercial airlines cease from midnight on March 24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X