For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાનમાં ફસાયા છે 6000 ભારતીય, વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યુ મેડીકલ ટીમ રવાના

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંસદને જણાવ્યુ છે કે ઈરાનમાં હાલમાં 6000 ભારતીયો ફસાયેલા છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંસદને જણાવ્યુ છે કે ઈરાનમાં હાલમાં 6000 ભારતીયો ફસાયેલા છે. વિદેશમંત્રીએ આ માહિતી સંસદ સાથે કોરોના વાયરસ વચ્ચે વિદેશોમાં રહેલા ભારતીયોને દેશ લાવવાના સરકારના પગલાં શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ઈરાનમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 200થી વધુ થઈ ચૂકી છે. વળી, ભારતમાં ગુરુવાર સંક્રમિત લોકોની સંખ્યા 70થી વધુ થઈ ગઈ છે.

S Jaishankar

ટેસ્ટિંગ બાદ જ મળશે ભારત આવવાની મંજૂરી

વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં માહિતી આપી છે કે જે 6000 ભારતીય હાલમાં ઈરાનમાં ફસાયા છે તેમાંથી 1100 તીર્થયાત્રી છે કે જે મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરથી છે. વળી, 300 છાત્ર છે. વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી કે ઈરાનમાં જે ભારતીય છે તેમાંથી 529ના સેમ્પલના સેમ્પલ ટેસ્ટ થયા છે. આમાંથી 229ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેમણે કહ્યુ કે અત્યારે સરકારનુ બધુ ધ્યાન ઈરાનથી તીર્થયાત્રિઓને પાછી લાવવા પર છે. ઈરાનના કૂમમાં ફસાયેલા ભારતીયોના કલ્યાણ માટે સરકાર તે બધા પગલા લેશે જે જરૂરી હશે. તેમણે જણાવ્યુ કે સરકાર તરફથી મેડીકલ ટીમને ઈટલી મોકલવામાં આવી છે જેથી ત્યાં જે ભારતીય છે તેમનુ ચેકઅપ થઈ શકે. તેમણે આ માહિતી લોકસભાને આપી છે જે ભારતીયોને ટેસ્ટ નેગેટિવ આવ્યા માત્ર તેમને જ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

વિઝા પ્રતિબંધો પર વિદેશ મંત્રી શું બોલ્યા

વિદેશ મંત્રી એસ જયશંકરના જણાવ્યા મુજબ સરકાર કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. જયશંકરના શબ્દોમાં, અમે એ દરેક પગલા ઉઠાવીશુ જે હેઠળ કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય. આ વાત તેમણે ત્યારે કહી જ્યારે તે ભારત તરફથી વિઝા પર લગાવેલા પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવામાં આવી ચૂકી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે આ મહામારી મોસમી તાવની તુલનામાં 10 ગણી વધારે ખતરનાક છે. અત્યાર સુધી દુનિયામાં 126,000 લોકો આનાથી સંક્રમિત છે અને 4,624 લોકોના જીવ જઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયાની દીકરી અનન્યાએ જણાવ્યુ તેને કેવો જોઈએ રાજકુમારઆ પણ વાંચોઃ જ્યોતિરાદિત્ય સિંધિયાની દીકરી અનન્યાએ જણાવ્યુ તેને કેવો જોઈએ રાજકુમાર

English summary
Coronavirus: Foreign Minister S Jaishankar has informed the parliament that 6,000 Indians stranded in Iran.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X