For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાઃ કાળાબજાર પર કડક થઈ સરકાર, નક્કી કર્યા સેનિટાઈઝર-માસ્કના ભાવ

માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર અનેક ગણી વધુ કિંમતે મળી રહ્યા છે જેને જોતા કેન્દ્ર સરકારે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના ભાવ નક્કી કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 250ને પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધતા પ્રભાવ વચ્ચે દેશમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. ડિમાન્ડ વધવાના કારણે આના કાળાબજાર પણ શરૂ થઈ ગયા છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર અનેક ગણી વધુ કિંમતે મળી રહ્યા છે જેને જોતા કેન્દ્ર સરકારે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના ભાવ નક્કી કરી દીધા છે.

સરકારે કાળાબજાર રોકવા માટે લીધા પગલા

સરકારે કાળાબજાર રોકવા માટે લીધા પગલા

ગ્રાહક બાબતોને મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને આની માહિતી આપી. તેમણે જણાવ્યુ, કોરોના વાયરસ ફેલાયા બાદથી બજારમાં વિવિધ ફેસ માસ્ક, આના નિર્માણમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઈઝરના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. સરકારે આને ગંભીરતાથી લઈને આના ભાવ નક્કી કરી દીધા છે. જરૂરી વસ્તુ અધિનિયમ હેઠળ 2 અને 3 પ્લાઈ માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકના ભાવ એ જ રહેશે જે 12 ફેબ્રુઆરી 2020એ હતા.

માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના ભાવ નક્કી

એક અન્ય ટ્વિટમાં રામવિલાસ પાસવાને જણાવ્યુ, 2 પ્લાઈ માસ્કનો છૂટક ભાવ 8 રૂપિયા/માસ્ક અને 3 પ્લાઈનો ભાવ 10 રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય. હેન્ડ સેનિટાઈઝરની 200 મિલી બોટલનો છૂટક ભાવ 100રૂપિયાથી વધુ નહિ હોય. અન્ય આકારની બોટલોના ભાવ પણ આ જ પ્રમાણે રહેશે. આ ભાવ 30 જૂન 2020 સુધી આખા દેશમાં લાગુ રહેશે. થોડા દિવસોથી માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના જરૂરી ઉત્પાદકોની લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતા. માસ્કની ડિમાન્ડ વધ્યા બાદ 150 રૂપિયાવાળા માસ્ક 500 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે.

વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ

ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધી રહ્યા છે. આના જોખમ સામે લડવા માટે સરકાર લોકોને કોરોના વાયરસ વિશેના જરૂરી સૂચનો આપવા અને તેમના સુધી મદદ પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક બનાવી છે. આ સાથે જ સરકાર તરફથી એખ વૉટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે. હેલ્પ ડેસ્ક દ્વારા લોકો 24 કલાક માહિતી અને મદદ મેળવી શકે છે. શાળા, કૉલેજ અને વિશ્વવિદ્યાલય સહિત બધા પ્રકારની સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકોને બચાવ માટે બધા ઉપાય અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 7 થઈઆ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 7 થઈ

English summary
coronavirus: government fixed price hand sanitizer and face mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X