For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના વાયરસનુ માત્ર લોકલ ટ્રાન્સમિશન, હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસ હજુ માત્ર લોકલ ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસ હજુ માત્ર લોકલ ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે. સોમવારે મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે જો દેશમાં વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી જશે તો અમે એનો સ્વીકાર કરીશુ પરંતુ દેશમાં હજુ સુધી એ તબક્કામાં આ વાયરસ નથી પહોંચ્યો. સ્ટેજ 3 તો કમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય છે. એ વધુ ખતરનાક હોય છે. એમાં એ નથી ખબર પડતી કે વ્યક્તિ સંક્રમિત કેવી રીતે થયો છે અને એ બહુ ઝડપથી વધે છે.

લવ અગ્રવાલે સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ

લવ અગ્રવાલે સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ

કોરોના વાયરસની ભારતમાં સ્થિતિ વિશે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ છે કે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 1071 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી આ વાયરસે 29 લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 92 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોનુ આ જાનલેવા વાયરસના કારણે મોત થયુ છે.

કોરોના વાયરસના 38,442 પરીક્ષણ કરાયા

કોરોના વાયરસના 38,442 પરીક્ષણ કરાયા

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના ડૉ ગંગા કેટકરે માહિતી આપી છે કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 38,442 પરીક્ષણ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યુ કે ગૃહ સચિવે રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલિસ અધીક્ષકોને નિર્દેશ આપ્યા કે તે ફસાયેલા શ્રમિકો માટે ભોજન અને આશ્રય સુનિશ્ચિત કરે.

વિશ્વમાં કોરોના વાયરસની અસર

વિશ્વમાં કોરોના વાયરસની અસર

દુનિયામાં આ વાયરસથી પીડિતોની સંખ્યા સાત લાખ 32 હજાર થઈ ચૂકી છે. 34, 600 લોકો દુનિયામાં આ વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ વાયરસ ચીનથી શરૂ થયો હતો પરંતુ ત્યાં હવે ઘણુ કાબુમાં છે. અત્યારે આ ઈટલી, ફ્રાંસ, સ્પેન, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકામાં આનથી મરનારની સંખ્યા 2489 થઈ ચૂકી છે. ચીનમાં આનાથી મરનારની કુલ સંખ્યા 3,304 છે. ઈટલીમાં 10,775 લોકોના મોત થયા છે. સ્પેનમાં 7340, ઈરાનમાં 2640 અને ફ્રાંસમાં 2606 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. જર્મનીમાં 541, ઈંગ્લેન્ડમાં 1228, બેલ્જિયમમાં 513, સ્વિત્ઝરલેન્ડમાં 312, નેધરલેન્ડ 771, તૂર્કીમાં 131, ઑસ્ટ્રિયામાં 86, પોર્ટુગલમાં 119,બ્રાઝિલમાં 136, સ્વીડનમાં 110, ઈન્ડોનેશિયામાં 122, ઈરાકમાં 42 મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ PM મોદી આજે કરશે વિદેશોમાં તૈનાત ભારતીય રાજનાયકો સાથે ફોન પર વાતઆ પણ વાંચોઃ PM મોદી આજે કરશે વિદેશોમાં તૈનાત ભારતીય રાજનાયકો સાથે ફોન પર વાત

English summary
coronavirus Health Ministry clarifies that the country is still in local transmission stage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X