For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો અંત નજીક, 21 મેએ આવશે અંતિમ નવો કેસઃ MSEPP

ભારતમાં જ્યારથી કોરોના વાયરસનો કહેર શરૂ થયો છે ત્યારથી પહેલી વાર આ વિશે એક બહુ સકારાત્મક અને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં જ્યારથી કોરોના વાયરસનો કહેર શરૂ થયો છે ત્યારથી પહેલી વાર આ વિશે એક બહુ સકારાત્મક અને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારતમાં થયેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત છેલ્લો નવો દર્દી 21મેએ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આવી શકે છે. જ્યારે મોટાભાગના રાજ્ય આને મેના પહેલા સપ્તાહમાં જ રોકી દેશે. આ રિસર્ચમાં મહારાષ્ટ્ર માટે પૉઝિટીવ કેસોની મહત્તમ સંખ્યા 21 મે 24,222 પહોંચવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સવાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસોનો આંકડો 35,043 સુધી પહોંચી ગયો છે જેમાં 25,007 એક્ટિવ કેસ છે અને 8889 દર્દી આનાથી રિકવર થઈ ચૂક્યા છે. બાકી 1147 દર્દીઓના આના કારણે મોત થઈ ચૂક્યા છે.

7 મે સુધી હાફ, 21 મે સુધી સાફ

7 મે સુધી હાફ, 21 મે સુધી સાફ

એક બહુ જ વિશ્વસનીય સંશોધનથી માલુમ પડ્યુ છે કે ભારતના મોટાભાગના રાજ્યોમાં કોવિડ-19ના નવા કેસ 7મેથી રોકવાનુ શરૂ થઈ જશે. માત્ર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા વધુ જનસંખ્યા ધરાવતા રાજ્યોમાં જ 7 મે બાદ પણ અમુક નવા સંક્રમિત કેસ આવતા રહેવાની સંભાવના છે. આ સંશોધન મુંબઈ સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સ એન્ડ પબ્લિક પૉલિસી(MSEPP)ના પેપરમાં જારી થયુ છે જેના લેખક નીરજ હેતકર અને પલ્લવી બેલ્હકર છે. આ બંને અર્થશાસ્ત્રી છે. તેમણે પોતાના રિસર્ચ ચીન, થાઈલેન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ કોરયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ઈન્ફેક્શનની પેટર્નને પરખ્યા બાદ કર્યુ છે. 'ધ એન્ડ ઈઝ નિયરઃ કોરોના સ્ટેબ્લાઈઝિંગ ઈન મોસ્ટ ઈન્ડિયન સ્ટેટસ' નામથી આ રિસર્ચ પેપરમાં તેમણે સ્પષ્ટ લખ્યુ છે કે તેમનુ અનુમાન છે કે ઓછામાં ઓછા 11 રાજ્ય નવા કેસ ન હોવાનુ લક્ષ્ય 7 મે સુધીમાં મેળવી લેશે. જ્યારે આખા ભારતમાં આ લક્ષ્ય 21 મે સુધી મેળવી લેવાશે.

21 મેએ મહારાષ્ટ્રમાં આવશે છેલ્લો નવો કેસ

21 મેએ મહારાષ્ટ્રમાં આવશે છેલ્લો નવો કેસ

હેતકરે કહ્યુ, 'એ સાચુ નથી કે કોવિડ-19 એક જ નમૂનાના આધારે ફેલાતો રહે છે.. શરૂઆતમાં આના ફેલાવની ગતિ વધે છે અને ત્યારબાદ જ્યારે આના વહનની ક્ષમતા ઓછી થશે તો આના પ્રભાવમાં ઘટાડો થશે.' દેશમાં શુક્રવાર સવાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ - 19ના સંક્રમિતોનો આંકડો સૌથી વધુ એટલે કે 10,498 થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ ગુજરાતનુ સ્થાન હતુ જ્યાં 4,395 કેસ આવી ચૂક્યા હતા. પરંતુ નીરજ હેતકર અને પલ્લવી બેલ્હકરના રિસર્ચનુ અનુમાન છે કે 21 મે સુધી મહારાષ્ટ્રમાં આ આંકડો મહત્તમ 24,222 સુધી પહોંચશે અને ત્યારબાદ ત્યાં નવા કેસ આવવાના અટકી જશે. પરંતુ ગુજરાતને આ સફળતા 7મે એ જ મળી જશે અને ત્યાં સુધી ત્યાં 4,833 કેસ આવીને નવા કેસ આવવાનુ બંધ થઈ જશે.

અમુક રાજ્યો માટે આ રહ્યુ તારીખોનુ અનુમાન

અમુક રાજ્યો માટે આ રહ્યુ તારીખોનુ અનુમાન

મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાતંજો બાકીના રાજ્યોની વાત કરીએ તો દિલ્લીમાં 7 મે એ છેલ્લો નવો કે આવશે અને ત્યાં કુલ કેસ 3,744 સુધી અટકી જશે. આ રીતે રાજસ્થાનમાં પણ 7 મે છેલ્લી તારીખ હશે અને કુલ કેસ 2808 સુધી પહોંચશે, યુપીમાં 10મે એ છેલ્લો નવો કેસ આવશે અને દર્દીઓની કુલ સંખ્યા 3182 પર અટકી જશે, જ્યારે મહારાષ્ટ્રની જેમ જ પશ્ચિમ બગાળમાં પણ છેલ્લો કેસ 21 મેએ જ આવશે અને ત્યારે ત્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 2173 સુધી પહોંચીને અટકી જશે.

રિસ્ક ફેક્ટર પણ છે

રિસ્ક ફેક્ટર પણ છે

આ રિસર્ચમાં બીજી અમુક મહત્વની વાતો કહેવામાં આવી છે અને સાથે જ બેદરકારી વર્તવા પર કોરોના વાયરસનુ બીજુ વેબ આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે શરૂઆતમાં સંક્રમણ શહેરોમાં સીમિત રહ્યુ, એટલા માટે ભારતમાં આના પ્રકોપને જલ્દી કાબુ કરવામાં મદદ મળી છે. પરંતુ જો પ્રવાસી મજૂરોની અવરજવરને ખુલ્લી છૂટ આપવામાં આવી તો લૉકડાઉનથી જેટલો ફાયદો મળ્યો છે તેનાથી વધુ નુકશાન થઈ શકે છે. આના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ વાયરસ ફેલાવાનુ જોખમ બહુ મોટુ છુ જેના કારણે કોરોના વાયરસનુ બીજુ વેબ આવી શકે છે.

આ પણ વાંચોઃ જાણો ઋષિ કપૂરથી કેમ નારાજ થયા હતા અમિતાભ બચ્ચન? જાણો આખો કિસ્સોઆ પણ વાંચોઃ જાણો ઋષિ કપૂરથી કેમ નારાજ થયા હતા અમિતાભ બચ્ચન? જાણો આખો કિસ્સો

English summary
Coronavirus in India nearing end; new case to be halted by May 21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X