Coronavirus: ભારતે ચીની નાગરકોની એન્ટ્રી કરી બંધ, બૉર્ડર પણ કરી સીલ

કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા ભારતે ચીની નાગરિકોની એન્ટ્રીને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા ભારતે ચીની નાગરિકોની એન્ટ્રીને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઈમીગ્રેશન ઑફિસર્સ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે. બુધવારે જે આંકડા આવ્યા તેમાં મૃતકોની સંખ્યા 563 છે અને 20,438 લોકો એવા છે જેમનામાં સંક્રમણ જોવા મળ્યુ છે. માત્ર થોડા દિવસોની અંદર જ વાયરસના કેસની સંખ્યા 35 ટકાથી વધી ગઈ છે.

ચીની પાસપોર્ટ પર ઈશ્યુ કરેલ વિઝા રદ્દ

ચીની પાસપોર્ટ પર ઈશ્યુ કરેલ વિઝા રદ્દ

ગુરુવારે ઈમીગ્રેશન અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે લોકો પાસે ચીનનો પાસપોર્ટ છે તેમના વિઝાને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. ઈમીગ્રેશન વિભાગે કહ્યુ છે કે આમાં રેગ્યુલર (સ્ટીકર) અને ઈ-વિઝા બંને શામેલ છે. વિભાગ તરફથી પાંચ ફેબ્રુઆરી પહેલા ઈશ્યુ કરાયેલ વિઝાને રદ કરવામાં આવ્યા છે અને દુનિયાના કોઈ પણ ભાગમાંથી આવતા લોકો પર આ નિયમ લાગુ થશે.

બૉર્ડર પણ કરી સીલ

બૉર્ડર પણ કરી સીલ

જો કે આ પ્રતિબંધ હૉંગકોંગ, મકાઉ અને તાઈવાનના એ લોકો પર લાગુ નહિ થાય જેમની પાસે ચીની પાસપોર્ટ છે. એ વિદેશીએ કે જે ચીનમાં છે કે પછી 15 જાન્યુઆરી 2020 બાદ ચીનમાં છે તેમને હવા, જમીન, સીપોર્ટથી ભારતમાં દાખલ થવાની મંજૂરી નથી. ભારત-નેપાળ બૉર્ડર, ભારત-ભૂટાન, ભારત-બાંગ્લાદેશ અને ભારત-મ્યાનમાર બૉર્ડરથી નાગરિકોના દાખલ થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

30 કલાકનુ બાળક પણ બન્યુ શિકાર

30 કલાકનુ બાળક પણ બન્યુ શિકાર

ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનમાં 30 કલાકનુ બાળક પણ આ જાનલેવા કોરોના વાયરસનો સૌથી નાનો શિકાર બન્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ગર્ભવતી મહિલા કે જે કોરોના વાયરસથી સંક્રમિત હતી તેણે આ બાળકને જન્મ આપ્યો હતો. જો કે પહેલા આ બાળકના મૃત્યુના સમાચાર આવ્યા હતા પરંતુ સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટે એક આર્ટિકલ દ્વારા આ સમાચારને ફગાવી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X