
કોરોના વાયરસઃ કન્સ્ટ્રક્શન મજૂરોના ખાતામાં પૈસા મોકલવાનો સરકારે આપ્યો આદેશ
કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને કંસ્ટ્રક્શન મજૂરોના ખાતામાં ફંડ મોકલવા માટે કહ્યુ છે. લેબર વેલ્ફેર બોર્ડમાં સેસ ફંડ દ્વારા જે પૈસા જમા છે, તેને મજૂરોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવા માટે કહ્યુ છે.
કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યુ કે લેબર વેલફેર બોર્ડમાં સેસ ફંડમાં લગભગ 52,000 કરોડ રૂપિયા જમા છે. વળી, લગભગ 3.5 કરોડ કંસ્ટ્રક્શન મજૂર આ કંસ્ટ્રક્શન વેલફેર બોર્ડ સાથે રજિસ્ટર્ડ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં કામકાજ બંધ પડેલા છે. એવામાં મજૂરોને સૌથી વધુ મુશ્કેલી આવી રહી છે. પંજાબ અને યુપી સહિત અમુક રાજ્યોની સરકારો પહેલેથી જ અમુક પૈસા આપવાની ઘોષણા કરી ચૂકી છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગભગ લગભગ સમગ્ર દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યુ છે. 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળે કુલ 560 જિલ્લા સંપૂર્ણપણે બંધ કરવાની ઘોષણા કરી દેવામાં આવી છે. વળી, બાકી જગ્યાઓએ પણ આંશિક રીતે કામકાજ થઈ રહ્યુ છે. મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસથઈ સંક્રમિત કેસોની સંખ્યા 490ને પાર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી 9 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.
દુનિયાભરમાં ત્રણ લાખ 80હજાર લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 16 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. ઈટલીમાં સૌથી વધુ 6 હજાર લોકોના મોત નીપજ્યા છે કરોના આખઈ દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે અને આજે દુનિયાભરના દેશોને આનાથી લડવુ એક મોટો પડકાર છે.
આ પણ વાંચોઃ પેન કાર્ડધારકો માટે રાહતના સમાચાર, આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવાઈ