For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણય

પીએમ મોદી આજે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠક બાદ લૉકડાઉન લંબાવવાનો કે ખતમ કરવા પર મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી બચવા અને તેના ખતરનાક સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન ચાલી રહ્યુ છે. 14 એપ્રિલે લૉકડાઉનનો સમય પૂરો થઈ રહ્યો છે. દરેક જણ એ જાણવા ઈચ્છે છે કે લૉકડાઉનનો સમય આગળ લંબાવવામાં આવશે કે નહિ. તો તમને જણાવી દઈએ કે પીએમ મોદી આજે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠક બાદ લૉકડાઉન લંબાવવાનો કે ખતમ કરવા પર મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠક બાદ પીએમ મોદી ગમે ત્યારે રાષ્ટ્રના નામે સંબોધન કરી શકે છે.

ઘાતક પરિણામો આવી શકે છે

ઘાતક પરિણામો આવી શકે છે

જો કે WHO તરફથી આ બેઠકના એક દિવસ પહેલા નિવેદન જારી કરવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો ઉતાવળમાં ખતમ કરવામાં આવ્યા તો આના ઘાતક પરિણામો હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્ય લૉકડાઉન લંબાવવા પર સંમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન ઓરિસ્સા બાદ લૉકડાઉન લંબાવનાર પંજાબ દેશનુ બીજુ રાજ્ય પણ થઈ ગયુ છે. પંજાબે 1 મે સુધી જ્યારે ઓરિસ્સાએ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવ્યુ છે. આ પહેલા પીએમ બધા પક્ષોના નેતાઓ સાથે લૉકડાઉન પર વાતચીત કરીને તેમના મંતવ્ય જાણી ચૂક્યા છે. મોટાભાગના પક્ષો લૉકડાઉન લંબાવવાના પક્ષમાં હતા.

લૉકડાઉન લંબાવવાના સંકેત

લૉકડાઉન લંબાવવાના સંકેત

વાસ્તવમાં બુધવારે પીએમ તરફથી વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંસદમાં વિવિદ પક્ષોના સંસદીય પક્ષના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પીએમે લૉકડાઉન લંબાવવાના સંકેત આપ્યા હતા. પીએમે કહ્યુ હતુ કે આ વિશે તે શનિવારે બધા મુખ્યમંત્રીઓનુ મંતવ્ય પણ લેશે. લગભગ બધા પક્ષોએ પણ લૉકડાઉન લંબાવવા પર સંમતિ આપી હતી. આ પહેલા તેલંગાના, યુપી, મધ્યપ્રદેશ સહિત અમુક અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પત્ર લખીને પીએમને લૉકડાઉનનો સમય વધારવાની અપીલ કરી હતી.

આ રાજ્યોમાં સંક્રમણના કેસ ઝડપથી વધ્યા

આ રાજ્યોમાં સંક્રમણના કેસ ઝડપથી વધ્યા

મહારાષ્ટ્ર, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોએ સંક્રમણના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે તપાસ રિપોર્ટ પૉઝિટીવ આવવાનો દર ગુરુવારે માત્ર 0.2 ટકા હતો. પીટીઆઈના આંકડા મુજબ દેશમાં આ વાયરસથી અત્યાર સુધી લગભગ લોકો સંક્રમિત થયા છે અને કમસે કમ 209 લોકોના મોત થયા છે. જ્યારે 700 લોકો ઈલાજ બાદ સ્વસ્થ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

આ પણ વાંચોઃ દેશમાં હજુ કોરોનાનુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી પરંતુ સતર્ક રહોઃ આરોગ્ય મંત્રાલયઆ પણ વાંચોઃ દેશમાં હજુ કોરોનાનુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી પરંતુ સતર્ક રહોઃ આરોગ્ય મંત્રાલય

English summary
Coronavirus lockdown: Govt likely to take final call on lockdown extension today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X