For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન બાદની રણનીતિ પર ચર્ચા માટે પીએમ મોદીની મંત્રીઓ સાથે બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(શુક્રવારે) પોતાના મંત્રીઓ સાથે બેઠક કરી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(શુક્રવારે) પોતાના મંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં રવિવારે એટલે કે 3મે બાદ જ્યારે લૉકડાઉન ખતમ થઈ જશે તો સ્થિતિને કેવી રીતે સંભાળવી તેના પર ચર્ચા કરી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પિયુષ ગોયલ, નાણામંત્રી સીતારમણ ઉપરાંત સીડીએસ જનરલ બિપિન રાવત અને ઘણા સીનિયર અધિકારી પણ શામેલ રહ્યા.

pm modi

બેઠકમાં લૉકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી કે જે 3મે એ સમાપ્ત થઈ રહ્યુ છે. વળી, કોરોનાના કેસ હજુ પણ સતત વધી રહ્યા છે તો આર્થિક મોરચે પણ સંકટ છે. એવામાં 3 મે બાદ શું રણનીતી અપનાવવી તે અંગે બેઠક બોલાવવામાં આવી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે દેશને કોરોના કેસોના આધારે ત્રણ ઝોનમાં વિભાજિત કર્યુ છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં દેશને વહેંચવામાં આવ્યો છે. 3 મે બાદ આના આધારે લૉકડાઉનથી છૂટનો નિર્ણય થશે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારને પાર થઈ ચૂકી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમા કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 35043 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1993 નવા મામલા સામે આવ્યા છે અને 73 લોકોના મોત થયાં છે. જ્યારે દેશમા ંકોરોના વાયરસથી અત્યાર સુધી 1147 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જો કે રાહતની વાત એ છે કે 8889 દર્દી આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંક્યા 10,498 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ 459 લોકોના મોત થયા છે. ગુજરાતમં કોરોના સંક્રમણના 4395 કેસ સામે આવ્યા છે અને 214 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 3515, મધ્ય પ્રદેશમાં 2661, રાજસ્થાનમાં 2584 અને તમિલનાડુમાં 2323 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસનો અંત નજીક, 21 મેએ આવશે અંતિમ નવો કેસઃ MSEPPઆ પણ વાંચોઃ કોરોના વાયરસનો અંત નજીક, 21 મેએ આવશે અંતિમ નવો કેસઃ MSEPP

English summary
coronavirus narendra Modi meeting with ministers to firm up lockdown exit strategy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X