For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂઝીલેન્ડ હાઈકમિશનમાં કાર્યરત ભારતીયનુ કોરોનાથી નિધન, કોંગ્રેસે ઑક્સિજન પહોંચાડવામાં કરી હતી મદદ

રાજધાની દિલ્લી સ્થિત ન્યૂઝીલેન્ડ ઉચ્ચાયોગમાં લાંબા સમયથી સેવા આપી રહેલ એક કર્મચારીનુ મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં કહેર વર્તાવી રહી છે. રોજ લાખો લોકો આ જાનલેવા વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. રોજના હજારો લોકોના મોત થઈ રહ્યા છે. આ દરમિયાન રાજધાની દિલ્લી સ્થિત ન્યૂઝીલેન્ડ ઉચ્ચાયોગમાં લાંબા સમયથી સેવા આપી રહેલ એક કર્મચારીનુ મોત થઈ ગયુ છે. તેને બચાવવા માટે દૂતાવાસે મેની શરૂઆતમાં યુથ કોંગ્રેસ પાસેથી ઑક્સિજનની મદદ માંગી હતી. આ કર્મચારીના મોત બાદથી રાજનીતિ તેજ થઈ ગઈ છે. માહિતી મુજબ જે કર્મચારીનુ મોત થયુ છે તે 1986થી જ ન્યૂઝીલેન્ડના હાઈકમિશનમાં કામ કરતા હતા.

coronavirus

ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી નાનિયા માહુતાએ ભારતીય કર્મચારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે આ મુશ્કેલ અને દુઃખભર્યા સમયમાં તે કર્મચારીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. તમને જણાવી દઈએ કે દિલ્લી સ્થિત ન્યૂઝીલેન્ડ હાઈ કમિશને ગઈ 2 મેના રોજ ટ્વિટ કરીને આ કર્મચારી માટે ઑક્સિજનની મદદ માંગી હતી. આ ટ્વિટમાં હાઈ કમિશન તરફથી યુથ કોંગ્રેસ વિંગને ટેગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુથ કોંગ્રેસના અધ્યક્ષ બી વી શ્રીનિવાસે ઑક્સિજનની મદદ કરી હતી. તે ખુદ મદદ લઈને પહોંચ્યા હતા.

PMને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સંકટ સામે લડવા માટે સક્ષમ છેPMને ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સંકટ સામે લડવા માટે સક્ષમ છે

જો કે ઉચ્ચાયોગે આ ટ્વિટને થોડી વાર પછી ડિલીટ કરી દીધુ હતુ. હાઈ કમિશન તરફથી ટ્વિટ ડિલીટ કરવા અંગે ઘણો વિવાદ થયો હતો. સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે શું ભારત સરકારના દબાણ બાદ ન્યૂઝીલેન્ડ ઉચ્ચાયોગે ટ્વિટ હટાવ્યુ છે? જો કે બાદમાં, ઉચ્ચાયોગે એક અન્ય ટ્વિટ કરીને સફાઈ આપી હતી કે અમારી અપીલનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો જેના માટે અમે માફી માંગીએ છીએ.

English summary
Coronavirus: New Zealand mission staff person passes away, for whom they had sought oxygen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X