For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધ

દિલ્લીથી લઈને કેરળ સુધી દહેશત ફેલાવી રહેલ કોરોનો હવે પશ્ચિમ બંગાળ પણ પહોંચી ગયો છે. કોલકત્તામાં કોરોનાથી સંક્રમિત પહેલો દર્દી મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં કોરોના વાયરસના મૃતકોની સંખ્યા 7 હજારથઈ વધુ થઈ ગઈ છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 137 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. દિલ્લીથી લઈને કેરળ સુધી દહેશત ફેલાવી રહેલ કોરોનો હવે પશ્ચિમ બંગાળ પણ પહોંચી ગયો છે. કોલકત્તામાં કોરોનાથી સંક્રમિત પહેલો દર્દી મળ્યો છે. વળી, કોરોના વાયરસ હવે ગુડગાંવ પણ પહોંચી ચૂક્યો છે.

કોરોનાઃ બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં મહિલા સંક્રમિત

કોરોનાઃ બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં મહિલા સંક્રમિત

સોમવારે રાતે ત્યાં એક મહિલાનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આમ તો હરિયાણામાં કોરોનાના 14 અન્ય દર્દી પણ છે પરંતુ તે બધા વિદેશી છે. ત્યાં કોઈ ભારતીયને કોરોના જોવા મળ્યાનો પહેલો કેસ સામે આવ્યો છે. આ સાથે જ હરિયાણામાં કોરોનાના કેસ હવે 15 થઈ ગયા છે. હરિયાણાએ કોરોના વાયરસને પહેલેથી જ મહામારી ઘોષિત કરી દીધી છે. એટલુ જ નહિ લદ્દાખ સ્કાઉટના એક જવાનમમાં પણ કોરોનાની પુષ્ટિ થઈ છે.

અધિકારી અને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ

અધિકારી અને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ

મંગળવારે કોરોના વાયરસ સામે લડવા માટે હરિયાણા જનસંપર્ક વિભાગના ઉપનિર્દેશક રણબીર સિંહ સાંગવાને બધા એમએનસી, આઈટી ફર્મ, ઉદ્યોગ, બીપીઓ, જિલ્લા ગુરુગ્રામમાં સ્થિત કૉર્પોરેટ કાર્યાલયોને સલાહ આપી છે કે તે પોતાના અધિકારી અને કર્મચારીઓને પોતાના ઘરેથી 31 માર્ચ સુધી તત્કાલ પ્રભાવથી કામ કરવા દે.

મંદિર પણ થયા બંધ

મંદિર પણ થયા બંધ

કોરોનાના ડરથી પંચકૂલા જિલ્લાં પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિરોમાંથી ઘંટ પણ કાઢી નાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન શ્રદ્ધાળુ વેબસાઈટ દ્વારા લાઈવ દર્શન કરી શકશે.

સાવચેતી જ બચાવ

સાવચેતી જ બચાવ

કોરોના વાયરસના કારણે ઘણા રાજ્યોની શાળા-કૉલેજો, મૉલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણપણે સાવચેતી રાખે કારણકે સાવચેતી જ બચાવ છે.

આ વાતોનુ રાખો ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.

હાથમાંથી બેક્ટેરિયાથી સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.

આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકાય છે.


ભીડવાળા વિસ્તારોમાં જવાનુ ટાળો.

જે લોકોને ખાંસી કે શરદી હોય તેમના સંપર્કમાં ન આવો.

પોતાના નાક-મોઢુ અને આંખોને વારંવાર ટચ ન કરો.

જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત ડૉક્ટર પાસે જાવ.

ખાંસતી કે છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખો.

આ પણ વાંચોઃ Coronavirusને પગલે સાઉદી અરબની મસ્જિદોમાં નમાજ પર રોક લાગીઆ પણ વાંચોઃ Coronavirusને પગલે સાઉદી અરબની મસ્જિદોમાં નમાજ પર રોક લાગી

English summary
Coronavirus outbreak in Haryana employees advised to work from home temple also closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X