For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 24 કલાકની અંદર 149 નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ 873 કેસ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 149 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 873 થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કેસોના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોના વાયરસના કારણે હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે. ભારતના 27 રાજ્યમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં સામે આવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી કોરોના વાયરસના કેસોમાં જે રીતે ગતિ આવી છે તે ડેટાથી સમજી શકીએ છે.

ભારતમાં કોરોના વાયરસની શરૂઆત

ભારતમાં કોરોના વાયરસની શરૂઆત

30 જાન્યુઆરીએ કેરળમાં પહેલો કેસ સામે આવ્યો હતો જ્યારે એક છાત્ર વુહાનથી પાછો આવ્યો હતો. આવતા ચાર દિવસમાં બીજા બે કેસ સામે આવ્યા. ત્યારબાદ રાજ્ય સરકારે હેલ્થ ઈમરજન્સીની વાત કહી હતી. આ બંને છાત્રો પણ ચીનથી પાછા આવ્યા હતા. તેમના સંપર્કમાં આવનાર આવેલા 3400 લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા. ઘણા દિવસોના ઈલાજ બાદ ત્રણે છાત્રોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ ભારતમાં આવતા મહિના સુધી કોઈ કેસ સામે ન આવ્યા. પરંતુ 2 માર્ચ હૈદરાબાદ અને દિલ્લીમાં એક-એક કેસ સામે આવ્યા જે વિદેશથી પાછા આવ્યા હતા. ત્યારબાદથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

દર્દીઓની સંખ્યા વધીને 873 થઈ ગઈ

દર્દીઓની સંખ્યા વધીને 873 થઈ ગઈ

પહેલા 50 કેસમાં 39 સંક્રમિત દર્દી એ દેશથી પાછા આવ્યા હતા જ્યાં કોરોના વાયરસ ફેલાયેલો હતો જ્યારે 11 અન્ય તેમના સંપર્કમાં આવીને સંક્રમણનો શિકાર થયા. 10 માર્ચથી લઈને 20 માર્ચ સુધી દેશમાં પૉઝિટીવ કેસ 50થી વધીને 196 સુધી પહોંચી ગયા. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 149 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 873 થઈ ગઈ છે. જ્યારે 67 લોકો આ સંક્રમણથી ઠીક થઈ ચૂક્યા છે. આ સંક્રમણથી 19 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે જ્યારે સંક્રમિત દર્દીનો આંકડો 100ને પાર કરી ચૂક્યો છે.

ઈટલીમાં એક દિવસમાં 919 લોકોના મોત

ઈટલીમાં એક દિવસમાં 919 લોકોના મોત

શુક્રવારે એક જ દિવસમાં દુનિયાભરમાં 3,271 મોત થયા. સૌથી વધુ મોત ઈટલીમાં થઈ જ્યારે મૃતકોની સંખ્યા 919 રહી. એક દિવસમાં સ્પેનમાં 773, અમેરિકામાં 401, ફ્રાંસમાં 299 અને યુકેમાં 181 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ઈટલીમાં કોરોના વાયરસ મહામારીન કહેર સૌથી વધુ રહ્યો છે જ્યાં 9,34 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સ્પેનમાં કુલ 5138 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 1696 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ફ્રાંસમાં 1995,યુકેમાં 759, ઈરાનમાં 2378, નેધરલેન્ડ્ઝમાં 546 અને જર્મનીમાં 351 લોકોના મોત થઈ ચૂક્યા છે. બેલ્જિયમમાં 289 લોકોના મોત થયા છે જ્યારે સ્વીડનમાં અત્યાર સુધી 105 લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ Video: લૉકડાઉન બાદ દિલ્લી-યુપી બૉર્ડર પર પગપાળા જ ગામ જવા મજબૂર છે મજૂરોઆ પણ વાંચોઃ Video: લૉકડાઉન બાદ દિલ્લી-યુપી બૉર્ડર પર પગપાળા જ ગામ જવા મજબૂર છે મજૂરો

English summary
coronavirus outbreak spreading rapidly in India, 3,271 deaths globally in a day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X