દિલ્લીમાં મહામારી ઘોષિત થયો કોરોના વાયરસ, શાળા-કૉલેજ, થિયેટરો બંધ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)તરફથી કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવાના એક દિવસ બાદ દિલ્લી સરકારે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)તરફથી કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવાના એક દિવસ બાદ દિલ્લી સરકારે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે. દિલ્લીની બધી શાળા, કૉલેજ અને થિયેટરોને 31 માર્ચ સુધી માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે કોરોના વાયરસના જોખમને જોતા થિયેટરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે શાળાઓ અને કૉલેજોની પરીક્ષા ખતમ થઈ ગઈ છે, તેમને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.

Coronavirus

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ મુજબ ગુરુવાર સુધી દેશમાં કોરોના વાયરસના 73 કેસ સામે આવી ચૂક્યા છે. ગુરુવારે ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રના અમુક નવા કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કેભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે એડવાઈઝરી જારી કરી દીધી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાના વિઝાને રદ કરી દેવામાં આવ્યા છે. જો કે આ આદેશમાં રાજનાયકોને છૂટ આપવામાં આવી છે. વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે વિશ્વ આરોગ્ય સંગઠન માટે પણ હેરાન કરનારી બાબત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X