For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો આગ્રહઃ ગરીબો, પોતાના ત્યાં કામ કરનારા પ્રત્યે મોટુ મન રાખો, પગાર ન કાપો

સંકટના સમયમાં મારા દેશના વેપારી જગત, ઉચ્ચ આવક વર્ગને પણ આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે લોકોની સેવાઓ લો છે, તેમા આર્થિક હિતોનુ ધ્યાન રાખો.

|
Google Oneindia Gujarati News

દેશમાં જાનલેવા કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવા, તેમને જાગૃત કરવા માટે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન અપીલ કરી કે સંકટના સમયમાં મારા દેશના વેપારી જગત, ઉચ્ચ આવક વર્ગને પણ આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે લોકોની સેવાઓ લો છે, તેમા આર્થિક હિતોનુ ધ્યાન રાખો. પીએમ મોદીએ કહ્યુ કે દેશના ડૉક્ટર, પોલિસ, સરકારી કર્મચારી, મીડિયાના લોકો, ઑટો-ટેક્સી ચાલક, ભોજન ડીલિવર કરતા લોકો પોતાન જીવ જોખમમાં મૂકીને તમારા સુધી સેવાઓ પહોંચાડે છે. આ સેવાઓ આ સમયે નિશ્ચિત રીતે સામાન્ય નથી. આ લોકોને સંક્રમિત હોવાનુ જોખમ છે પરંતુ તેમછતાં આ લોકો તમારા સુધી આ સેવાઓ પહોંચાડી રહ્યા છે.

લોકોનુ વેતન ન કાપો

લોકોનુ વેતન ન કાપો

પીએમે કહ્યુ કે તમારા સુધી સેવાઓ પહોંચાડનારા લોકો પર પણ સંક્રમણનો ખતરો છે. તેમછતાં તે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. દરેક કોઈની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ પોતાનામાં રાષ્ટ્ર રક્ષકની જેમ એક શક્તિ બનીને ઉભા છે. દેશ આવા લોકોને કૃતજ્ઞ છે. પીએમ મોદીએ કહ્યુ કે આ મહામારી દેશના મધ્ય નિમ્ન વર્ગ, મધ્ય વર્ગ અને ગરીબોને આર્થિક હાનિ પહોંચાડી છે. મારા દેશના વેપારી જગત અને ઉચ્ચ આવક વર્ગના લોકોને આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે લોકોની સેવાઓ લેતા હોય તેમના આર્થિક હિતોનુ ધ્યાન રાખો. બની શકે કે તે આવનારા દિવસોમાં ઓફિસ ન આવી શકે, તમારા ઘરે ન આવી શકે, તો તેમવૃનુ વેતન ન કાપશો. પૂરી માનવતા સાથે સંવેદનશીલતાથી નિર્ણય લો. હંમેશા યાદ રાખો કે તેમને પણ પોતાનો પરિવાર ચલાવવાનો છે, પોતાના પરિવારને બિમારીમાંથી બચાવવાનો છે.

દરેક જણ પોતાનો સહયોગ આપી રહ્યુ છે

દરેક જણ પોતાનો સહયોગ આપી રહ્યુ છે

પીએમે કહ્યુ કે દેશવાસીઓએ આ વાત માટે પણ આશ્વસ્ત કરુ છુ કે દેશમાં દૂધ, ભોજનનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી વસ્તુઓની કમી ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા બે મહિનામાં, 130 કરોડ ભારતીયોએ દેશના દરેક નાગરિકે દેશની સામે આવેલા આ સંકટને પોતાનુ માન્યુ છે. ભારત મમાટે સમાજ માટે તેનાથી જે બન્યુ તેણે કર્યુ છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં પણ તમે પોતાની ફરજોને પોતાના કર્તવ્યોને આ રીતે નિભાવશો. હા, હું માનુ છુ કે આવા સમયમાં અમુક મુશ્કેલીઓ પણ આવે છે. આશંકાઓ અને અફવાઓનુ વાતાવરણ પણ પેદા થાય છે.

જરૂરી વસ્તુઓની કમી નહિ થાય

જરૂરી વસ્તુઓની કમી નહિ થાય

આ સાથે જ પીએમે કહ્યુ કે હું દેશવાસીઓને આ વાત પણ આશ્વસ્ત કરુ છુ કે દેશમાં દૂધ, ભોજનનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી વસ્તુઓની કમી ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સંકટના આ સમયમાં મારો દેશના વેપારી જગત, ઉચ્ચ આય વર્ગને આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે જે લોકોની સેવાઓ લો છે, તેના આર્થિક હિતોનુ ધ્યાન રાખો. આ કોરોના જેવ વૈશ્વિક મહામારી સામે લડાઈ માટે ભારત કેટલો તૈયાર છે એ જોવા અને પરખવાનો સમય છે. તમારા આ પ્રયાસો વચ્ચે જનતા કર્ફ્યુના દિવસે 22 માર્ચે હું તમારી પાસે વધુ એક સહયોગ ઈચ્છુ છુ.

રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાવ

રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાવ

પીએમે કહ્યુ કે સંકટના આ સમયમાં તમારે એ પણ ધ્યાન રાખવાનુ છે કે આપણી જરૂરી સેવાઓ પર, આપણી હોસ્પિટલો પર દબાણ સતત વધી રહ્યુ છે. આના માટે મારો તમને આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ન જાવ. હું ઈચ્છુ છુ કે 22 માર્ચે રવિવારના દિવસે આપણે એવા બધા લોકોનો આભાર માનીએ. રવિવારે બરાબર 5 વાગે પોતાના ઘરના દરવાજા પર ઉભા રહીને, બાલ્કનીમાં ઉભા રહીને, બારી સામે ઉભા રહીને 5 મિનિટ સુધી આવા લોકોનો આભાર માનીએ.

આ પણ વાંચોઃ પીએમ મોદીની દેશવાસીઓને અપીલ, 10 લોકોને ફોન કરોઆ પણ વાંચોઃ પીએમ મોદીની દેશવાસીઓને અપીલ, 10 લોકોને ફોન કરો

English summary
Coronavirus: PM Modi address to nation says dont cut the salary if employees are not able to come.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X