For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ પર PM મોદીઃ ગભરાવાની જરૂર નથી, જણાવ્યા બચાવના ઉપાય

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ વિશે ભારતમાં પણ દહેશતનો માહોલ છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી બેઠક કરી છે.

|
Google Oneindia Gujarati News

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ વિશે ભારતમાં પણ દહેશતનો માહોલ છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી બેઠક કરી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને ભરોસો અપાવ્યો છે કે ગભરાવાની જરૂર નથી, ઘણા મંત્રાલય અને રાજ્ય આ મુદ્દે એક સાથે કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે અને બધી મેડીકલ તપાસ કરવામાં આવી રહી છે.

ગભરાવાની જરૂર નથી

ગભરાવાની જરૂર નથી

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે ગભરાવાની જરૂર નથી પરંતુ આપણે આની સામે લડવા માટે એકસાથે કામ કરવુ પડશે અને અમુક મહત્વપૂર્ણ પગલા લેવા પડશે જેથી સાવધાન રાખી શકાય. પીએમ મોદીએ અમુક સૂચનો આપ્યા, કોરોના વાયરસને જોતા આ સાવધાની રાખો. આના માટે વારંવાર હાથ ધોવાની જરૂર છે. સાર્વજનિક જગ્યાઓએ જવાથી બચવુ જોઈએ. આંખ-નાક-મોઢાને ન અડો અને તાવ-ખાંસી-શ્વાસ લેવામાં તકલીફ થાય તો વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો.

બે નવા કેસ સામે આવ્યા

સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે કોવિડ-19ના બે નવા કેસ સામે આવ્યા છે. આમાં એક કેસ દિલ્લીનો જ્યારે બીજો તેલંગાનાનો છે. તેમણે કહ્યુ હતુ કે તે ઈટલી અને દુબઈની યાત્રા કરી ચૂક્યા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે બંને દર્દીની સ્થિતિ સ્થિર છે અને ડૉક્ટરોની ટીમ તેમનુ નિરક્ષણ કરી રહી છે. આ પહેલા રવિવારે મુંબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ (કોવિડ-19)ના એક શંકાસ્પદ દર્દી વિશે માલુમ પડ્યુ હતુ. તેને ડૉક્ટરોના નિરક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

પ્રવાસની અવરજવર પર પ્રતિબંધ

પ્રવાસની અવરજવર પર પ્રતિબંધ

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 5 કેસ સામે આવી ચૂક્યા છે. હર્ષવર્ધને કહ્યુ કે સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યુ કે જો જરૂર પડી તો બીજા દેશોમાંથી પણ પ્રવાસની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. દિલ્લીમાં કોરોના વાયરસને આ પહેલો કેસ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ચીનમાં 3000 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, મલેશિયા અને અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આ પણ વાંચોઃ Live Updates: કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રીઆ પણ વાંચોઃ Live Updates: કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી

English summary
coronavirus: pm narendra modi has extensive review regarding preparedness on COVID 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X