For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના દર્દીઓને મોટી રાહતઃ રેમડેસિવિરની મેન્યુફેક્ચરીંગ ક્ષમતા વધી, હવે 1 મહિનામાં 74 લાખ શીશી બનશે

કોરોના વાયરસના દર્દીઓને મોટી રાહત આપીને નરેન્દ્ર મોદીની સરકાર રેમડેસિવિરનુ ઉત્પાદન વધારવાનો આદેશ ફાર્મા કંપનીઓને આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દર્દીઓને મોટી રાહત આપીને નરેન્દ્ર મોદીની સરકાર રેમડેસિવિરનુ ઉત્પાદન વધારવાનો આદેશ ફાર્મા કંપનીઓને આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે(21 એપ્રિલ) કહ્યુ કે કોવિડ-19ના વધતા કેસો વચ્ચે રેમડેસિવિરની માંગમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આને જોતા રેમડેસિવિર ફાર્મા નિર્માતાઓની મેન્યુફેક્ચરીંગ ક્ષમતા 38 લાખ શીશીઓથી વધારીને પ્રતિ માસ 74 લાખ શીશીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે વધુ 20 વિનિર્માણ સ્થળોને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે એ પણ જણાવ્યુ છે કે કોરોનાની બીજી લહેરને જોતા ઘરેલુ પુરવઠો વધારવા માટે 11 એપ્રિલે જ રેમડેસિવિરની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી.

remdesivir

કોરોના દર્દીઓના ઈલાજ માટે રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવે છે. આ કોરોના દર્દીઓની રિકવરીમાં તેજી લાવે છે. કોરોનાના વધતા કેસો વચ્ચે રેમડેસિવિર ઈંજેક્શનની બજારમાં ઘણી માંગ વધી ગઈ છે. તેના માટે કાળા બજાર પણ કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે અત્યાર સુધી મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિરની માંગ સૌથી વધુ કોરોના પ્રભાવિત 14 રાજ્યોને છે, તેને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. વળી, પાંચ રાજ્યો જે કોરોનાથી ખૂબ પ્રભાવિત છે તેમને સૌથી પહેલા ઑક્સિજન અને રેમડેસિવિર પહોંચાડવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ઑક્સિજન ફાળવણી હેઠળ 14 રાજ્યોને અત્યાર સુધી કલુ 1,000,350 ઑક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી ચૂક્યા છે. આ 14 રાજ્યોમાં દિલ્લી(61,900), ગુજરાત(163,500), મહારાષ્ટ્ર(269,200), ઉત્તર પ્રદેશ(122, 800), મધ્ય પ્રદેશ(92,400), છત્તીસગઢ(48,250), કેરળ(16,100), કર્ણાટક(25,400), હરિયાણા(29,500) ઑક્સિજન પહોંચાડવામાં આવ્યો છે. રેમડેસિવિર બનાવનાર ફાર્મા કંપનીઓને પણ સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોરોના પ્રભાવિત આ 14 રાજ્યોમાં જ રેમડેસિવિરનો ડોઝ વધુને વધુ મોકલવામાં આવે. રેમડેસિવિર બનાવતી કંપનીઓએ પણ સરકારના આ આદેશ પર સંમતિ વ્યક્ત કરી છે.

પ. બંગાળમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણી, 43 સીટો પર થશે મતદાનપ. બંગાળમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણી, 43 સીટો પર થશે મતદાન

English summary
Coronavirus: Remdesivir manufacturers demand has been ramped up to 74 lakh per month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X