For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાની જેલમાં કોરોનાવાયરસનો વિસ્ફોટ, 21 અંડર ટ્રાયલ કેદી થયા સંક્રમિત

ઓરિસ્સાની જેલમાં કોરોનાવાયરસનો વિસ્ફોટ, 21 અંડર ટ્રાયલ કેદી થયા સંક્રમિત

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોનાવાયરસના દરરોજ 4 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ સાડા ત્રણ હજારથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. કોરોનાવાયરસનો ખતરો હવે જેલમાં કેદ કેદીઓ સુધી પણ પહોંચી ગયો છે. દેશની કેટલીય જેલોમાંથી સમાચાર આવ્યા છે કે કેદીઓ કોરોનાનો શિકાર થઈ રહ્યા છે. તાજો મામલો ઓરિસ્સાનો છે. ઓરિસ્સાના મયૂરભંજના ઉડાલાની ઉપ-જેલમાં 21 અંડર ટ્રાયલ કેદી કોરોના સંક્રમિત જણાયા છે. કેદીઓમાં કોવિડ-19ના લક્ષણો મળી આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરાવ્યો તો તેમનામાં સંક્રમણ જોવા મળ્યું. 21 કેદીઓને કોરોના થયા બાદ જેલ પ્રશાસન સતર્ક થઈ ગયું છે. જ્યારે અન્ય કેદીઓ પર પણ કોરોના સંક્રમણનો ખતરો મંડરાયો છે.

coronavirus

જેલ પ્રશાસને જાણકારી આપતાં જણાવ્યું કે 21 અંડર ટ્રાયલ કેદીઓ કોરોના સંક્રમિત જણાયા બાદ અમે તેમને આઈસોલેટ કરી દીધા છે. આઈસોલેશનમાં જ તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે, જરૂર જણાશે તેવા દર્દીઓને કોવિડ કેર સેંટરમાં શિફ્ટ કરવામાં આવશે.

ઉડાલા એનએસીના એક કાર્યકારી અધિકારીએ સમગ્ર મામલે કહ્યું કે ઉડાલાની ઉપ-જેલમાં 21 કેદીઓ સંક્રમિત મળ્યા બાદ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને યોગ્ય ઉપચાર આપવામાં આવી રહ્યો છે. જો જરૂરત જણાશે તો અમે ર્દીઓને કોવિડ કેર સેંટર પર મોકલશું.

WHOના વૈજ્ઞાનિકે કહ્યુ - 'ભારતમાં સ્થિતિ ખરાબ, કોરોનાના સાચા આંકડા બતાવે સરકાર'WHOના વૈજ્ઞાનિકે કહ્યુ - 'ભારતમાં સ્થિતિ ખરાબ, કોરોનાના સાચા આંકડા બતાવે સરકાર'

ઓરિસ્સામાં સોમવારે કોરોનાવાયરસના છેલ્લા 24 કલાકમાં 10,031 નવા મામલા સામે આવ્યા હતા અને 17 લોકોના મોત થયાં હતાં. ગત 24 કલાકમાં 6 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હાલ 94,760 છે. જ્યારે 4,47,863 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. ઓરિસ્સામાં કોરોનાથી અત્યાર સુધી 2197 લોકોના મોત થયાં છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5,44,873 થઈ ગઈ છે.

સોમવારે સતત પાંચમો દિવસ હતો જ્યારે ઓરિસ્સામાં 10 હજારથી વધુ નવા મામલા નોંધાયા. અધિકારીએ કહ્યું કે 10,031 નવા મામલામાંથી 6623 અલગ અલગ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં છે અને બીકીના કેદીઓ અંગે ટ્રેસિંગ બાદ માલૂમ પડ્યું.

English summary
Coronavirus spread in odisha jail, 21 under-trial inmates infected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X