For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જયપુર હોસ્પિટલમાં ભરતી

કોરોનાનો લેટેસ્ટ કેસ રાજસ્થાનનો સામે આવ્યો છે. અહીં યુવકને એસએમએસ હોસ્પિટલમાં કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની શંકાના કારણે ભરતી કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીન ઉપરાંત કોરાના વાયરસનો ખતરો દુનિયાભરમાં મંડરાઈ રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસ માટે ચિંતાઓ સતત વધી રહી છે. ચીનથી આવતા તમામ મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને એરપોર્ટ પર તેમનુ સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ છે. ઘણા શંકાસ્પદ દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે જેમના પર સંભવિત કોરોના વાયરસનો ખતરો હોઈ શકે છે. લેટેસ્ટ કેસ રાજસ્થાનનો સામે આવ્યો છે. અહીં યુવકને એસએમએસ હોસ્પિટલમાં કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની શંકાના કારણે ભરતી કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ડીએસ મીનાએ આપી.

રાખવામાં આવી રહી છે નજર

રાખવામાં આવી રહી છે નજર

શંકાસ્પદ દર્દી ચીનમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ પીજીના અભ્યાસ માટે તેને ભારત પાછા આવવુ પડ્યુ. આરોગ્ય મંત્રી રઘુ શર્માએ આરોગ્ય અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને અલગ વૉર્ડમાં રાખે અને દર્દીના પરિવારની પણ તપાસ કરે. આ સાથે જ દર્દી સેમ્પલ્સે પૂણેની નેશનલ વિરોલોજી લેબમાં તપાસ માટે મોકલવાના પણ નિર્દેશ આપ્યા છે. રઘુ શર્માએ જણાવ્યુ કે ચીનથી કુલ 18 લોકો રાજસ્થાનના ચાર અલગ અળગ જિલ્લામાં આવ્યા છે, અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે તેમને આગામી 28 દિવસો સુધી નિરીક્ષણ હેઠળ રાખે.

ચીનમાં 2744 દર્દી

ચીનમાં 2744 દર્દી

તમને જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસના 5 કેસ સામે આવ્યા છે, જેમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ મુખ્ય રીતે ચીનમાં જોવા મળ્યો છે. જેના કારણે અત્યાર સુધી ચીનમાં કુલ 80 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2744 લોકોમાં કોરોના વાયરસ જોવામાં આવ્યો છે. ચીનના વુહાન શહેરમાં ઝડપથી ફેલાયેલા કોરોના વાયરસ વૈશ્વિક આરોગ્ય તરફ વધી રહ્યુ છે. વિશ્વ આરોગ્ય સંગઠને હજુ સુધી કોરોના વાયરસ માટે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી નથી.

કેવી રીતે ફેલાયો

કેવી રીતે ફેલાયો

સી ફૂડથી ફેલાતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનુ જોખમ સૌથી વધુ તેમને છે જે લોકો હવાઈ મુસાફરી કરે છે કારણકે ચીનથી પાછા આવેલા સંક્રમિત મુસાફરી ચપેટમાં આવવાથી કોઈ પણ એરપોર્ટ પર હાજર વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે. જો કે આ ખતરો એ લોકોનો વધુ છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરે છે. અત્યાર સુધીમાં છપાયેલા રિપોર્ટમાં કોરોના વાયરસ માટે સમુદ્રી ખાદ્ય પદાર્થોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે પરંતુ અમુક રિપોર્ટ્સમાં આનુ જોડાણ જાનવરો સાથે ગણાવ્યુ છે જ્યારે અન્યએ કોબરા સાપને આના માટે જવાબદાર ગણાવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શ્વસની બિમારી થાય છે અને પીડિતને ઠંડી લાગે છે, જે ન્યુમોનિયાના લક્ષણ જેવુ લાગે છે.

આ પણ વાંચોઃ CAA-NRCના વિરોધમાં નસીરુદ્દીન શાહ સહિત 300 હસ્તીઓએ લખ્યો ઓપન લેટરઆ પણ વાંચોઃ CAA-NRCના વિરોધમાં નસીરુદ્દીન શાહ સહિત 300 હસ્તીઓએ લખ્યો ઓપન લેટર

English summary
CoronaVirus: suspected patient admitted in Jaipur hospital Rjasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X