For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોવિડ-19 દર્દીનો આંકડો 96169 થયો, 24 કલાકમાં સૌથી વધુ નવા મામલા નોંધાયા

દેશમાં કોવિડ-19 દર્દીનો આંકડો 96169 થયો, 24 કલાકમાં સૌથી વધુ નવા મામલા નોંધાયા

By Staff
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી દેશમા લગાવવામાં આવેલ લૉકડાઉનનો આજેથી ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સોમવારે ભારતમાં કોવિડ-19 સંક્રમિતોના કુલ આંકડા 96000ને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3029 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 96169 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના 5242 નવા દર્દી મળ્યા છે અને 157 લોકોના જીવ ચાલ્યા ગયા છે. 24 કલાકમાં કોરોનાના મામલામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. જો કે રાહતની વાત એ છે કે 36824 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને 38.29 ટકા પર પહોંચી ગયો છે.

આજથી લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ

આજથી લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ

આજથી કોરોનાવાયરસ લૉકડાઉનનો પહેલો તબક્કો શરૂ થઈ રહ્યો છે. લૉકડાઉનનો આ તબક્કો 31 મે સુધી ચાલશે. ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે ગાઈડલાઈન જાહેર કરી. જેમાં ચોથા તબક્કામા કેટલી કેટલી છૂટ આપવામાં આવી તે અંગે જણાવવામાં આવ્યું. લૉકડાઉનના ચોથા તબક્કા દરમિયાન દુકાનો અને બજાર ખોલવાની મંજૂરી આપવામા આવશે. સ્થઆનિક અધિકારીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે રોસ્ટર મુજબ અલગ અલગ સમયે દુકાનો ખુલી રહે, જેથઈ સોશિયલ ડિસ્ટેન્સિંગ સુનિશ્ચિત થઈ શકે. આ ઉપરાંત આંતરરાજ્ય બસોની મંજૂરી આપવામા આવી છે. જ્યારે હવાઈ અને મેટ્રો સેવા, શોપિંગ મોલ, રેસ્ટોરાં વગેરે પહેલાની જેમ જ બંધ રહેશે. જો કે, રેસ્ટોરાં કિચન હોમ ડિલીવરી કરી શકાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 33000ને પાર પહોંચી ગયો છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના મામલામાં અત્યાર સુધી સૌથી વધુ ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 2347 નવા મામલા સામે આવ્યા, જેનાથી સંક્રમિતોના આંકડા 33053 પર પહોંચી ગયા. રાજ્યમાં કાલે 63 લોકોના મોત થયા અને મોતનો કુલ આંકડો 1198 પર પહોંચી ગયો છે.

ગુજરાતની હાલત ગંભીર

ગુજરાતની હાલત ગંભીર

ગુજરાતમાં કોરોનાના 11 હજારથી પણ વધુ મામલા સામે આવી ચૂક્યા છે. જેમાથી અત્યાર સુધીમા કુલ 659 લોકોના મોત થયા છે જ્યારે 4499 લોકો સાજા થઈ ઘરે પહોંચી ગયા છે જે બાદ હજી પણ 6221 સક્રિય કેસ છે. ગુજરાતમાં અમદાવાદની હાલત સૌથી વધુ ખરાબ છે. મહારાષ્ટ્ર અને અમદાવાદ બાદ તમિલાડુ અને દિલ્હીની હાલત પણ સૌથી વધુ ખરાબ છે જ્યાં ક્રમશઃ 11224 અને 10054 કેસ નોંધાયા છે.

નવા રંગ-રૂપ સાથે ગુજરાતમાં Lockdown 4.0 ચાલુનવા રંગ-રૂપ સાથે ગુજરાતમાં Lockdown 4.0 ચાલુ

English summary
coronavirus: total number of covid 19 cross 96,000 mark in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X