For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,451 નવા દર્દી, 266 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,451 નવા દર્દી સામે આવ્યા અને 266 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,451 નવા દર્દી સામે આવ્યા અને 266 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 34,366 થઈ ગઈ છે. વળી, કોરોનાના સક્રિય કેસ 1,42,926 થઈ ગયા છે કે જે છેલ્લા 262 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13,204 લોકો કોરોનાથી ઠીક થયા છે જેનાથી રિકવર દર્દીઓની કુલ સંખ્યા 3,37,63,104 થઈ ગઈ છે. વળી, કોરોનાથી રિકવર થનાર કુલ મોતની વાત કરીએ તો તેની સંખ્યા 4,61,057 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 23,84,096 વેક્સીનેશન થયુ છે. અત્યાર સુધીમાં કુલ રસીકરણ 1,08,47,23,042 થયુ છે.

corona

ડેઈલી પૉઝિટિવિટી રેટની વાત કરીએ તો તે 1.32 ટકા છે કે જે છેલ્લા 35 દિવસથી 2 ટકાથી નીચે છે. વીકલી પૉઝિટિવિટી રેટની વાત કરીએ તો તે 1.26 ટકા છે કે જે છેલ્લા 45 દિવસથી 2 ટકાથી નીચે છે. દેશના જે રાજ્યોમાં કોરોના સંક્રમણ ફેલાયુ છે તેમાં કેરળ ટૉપ પર છે. રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના જે કુલ કેસ આવ્યા તેમાંથી કેરળમાં 7124 કેસ અને 21 મોત કેરળના છે. આરોગ્ય વિભાગે જણાવ્યુ કે કેરળમાં 7488 રિકવરી થઈ છે.દિલ્લીમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધવા લાગ્યા છે.

દિલ્લીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે કોરોનાના 47 નવા કેસ સામે આવ્યા જ્યારે 33 દર્દીઓને રજા આપવામાં આવી. રાહતની વાત એ છે કે રવિવારે કોઈ પણ દર્દીનુ મોત થુય નથી. સતત 16માં દિવસે કોઈ કોરોના દર્દીનુ મોત થયુ નથી. જો કે દિલ્લીમાં છેલ્લા એક સપ્તાહમાં 30 કન્ટેનમેન્ટ ઝોન વધારવામાં આવ્યા છે. દિલ્લીમાં અત્યાર સુધીમાં 14,40,118 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાંથી 14,14,662 દર્દી રિકવર થઈ ગયા જ્રાયે 25091 દર્દી કોરોનાના કારણે દમ તોડી દીધો છે. દિલ્લીમાં કોરોનાથી મૃત્યુદર 1.74 ટકા છે. વિભાગના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં 157 દર્દી ભરતી છે. વળી, હોમ આઈસોલેશનમાં 161 દર્દી છે.

તમિલનાડુમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 850 નવા દર્દી સામે આવવા સાથે રાજ્યમાં સંક્રમણના કેસ 27.09 લાખ સુધી વધી ગયા જ્યારે છ દર્દીઓના મોત થવાથી મરનારની સંખ્યા 36,220 થઈ ગઈ. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 958 લોકો સંક્રમણ મુક્ત થયા જે સામે આવેલા નવા કેસોથી વધુ છે. અત્યાર સુધી રાજ્યમાં 26,62,386 દર્દી રિકવર થયા છે જ્યારે 10,474 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

English summary
Coronavirus Update: New 11,451 covid cases and 266 death in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X