કોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 3.29 લાખ નવા કેસ, 3.56 લાખ દર્દી થયા રિકવર

કોરોના વાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બીજી લહેરમાં લાંબા સમય બાદ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોથી વધુ રિકવર થનાર દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ સાથે જોડાયેલા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 3,29,942 નવા કેસ મળ્યા છે જ્યારે 3,56,082 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા છે. જો કે, કોરોના વાયરસથી થનાર મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે અને છેલ્લા એક દિવસમાં સંક્રમણના કારણે 3,876 લોકોના જીવ ગયા છે.

corona

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવા આંકડાઓ બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,29,92,517 અને રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા 1,90,27,304 થઈ ગઈ છે. દેશમાં હાલમાં કોરોના વાયરસના સક્રિય કેસ 37,15,221 છે અને અત્યાર સુધી કુલ 2,49,992ના જીવ કોરોના વાયરસના કારણે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 17,27,10,066 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

દિલ્લીમાં સંક્રમણનો ગ્રાફ આવ્યો નીચે

તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. સોમવારે દિલ્લીમાં કોરોના વાયરસના 12651 નવા કેસ મળ્યા જ્યારે 13306 દર્દી રિકવર થયા. આ ઉપરાંત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રને પણ હવે રાહત મળતી દેખાઈ રહી છે. સોમવારે મહારાષ્ટ્રમાં સંક્રમણના 37,236 નવા કેસ સામે આવ્યા અને 61,607 દર્દી રિકવર થયા.

મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ

મહારાષ્ટ્રમાં ગઈ 30 માર્ચ બાદ એક દિવસમાં મળતા કોરોના વાયરસના દર્દીઓની આ સૌથી ઓછી સંખ્યા છે. વળી, દેશની આર્થિક રાજધાની મુંબઈ હવે કોરોના વાયરસની ચપેટમાંથી બહાર આવી રહી છે. સોમવારે મુંબઈમાં કોરોના વાયરસના કેસોમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો અને 1782 નવા દર્દી મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X