24 કલાકમાં કોરોનાના 6531 દર્દી, રિકવરી રેટ વધીને થયો 98.40 ટકા, ઓમિક્રૉન કેસ વધીને થયા 578

દેશમાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી ઓછા નવા સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા છે અને સક્રિય કેસ પણ ઘટ્યા છે.

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી ઓછા નવા સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા છે અને સક્રિય કેસ પણ ઘટ્યા છે. વળી, બીજી તરફ ઓમિક્રનના કેસ ચિંતાનો વિષય બનેલા છે. ઓમિક્ર઼નના દર્દી હવે 600ના આંકડા નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 6531 નવા દર્દી સામે આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34,793, 333 પહોંચી ગઈ છે.

omicron

દેશમાં છેલ્લા 24 કલાકમાં 7141 દર્દી કોરોનાથી રિકવર થયા છે. ત્યારબાદ કોરોનાથી રિકવર થનારા દર્દીઓની કુલ સંખ્યા 34,237,495 થઈ ગઈ છે. હવે કુલ સક્રિય કેસ 75,841 રહી ગયા છે. દેશમાં રિકવરી રેટ સુધરીને હવે 98.40 ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 315 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-19થી 479,997 લોકોના મોત થઈ ચૂક્યા છે. રસીકરણના આંકડાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી કુલ 1,41,70,25,654 ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 29,93,283 લોકોને વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.

દિલ્લીમાં સૌથી વધુ ઓમિક્રૉન કેસ

દેશમાં ઓમિક્રૉનના કુલ કેસ વધીને 578 થઈ ગયા છે. સૌથી વધુ કેસ દિલ્લી અને મહારાષ્ટ્રમાં છે. 19 રાજ્યોમાં ઓમિક્રૉનના કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ 142 કેસ દિલ્લીથી અને ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્રમાં 141 દર્દી મળ્યા છે. ઓમિક્ર઼નના કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43, તેલંગાનામાં 34, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 9 કેસ છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6 ઓમિક્રૉનના દર્દી જ્યારે હરિયાણા અને ઓરિસ્સામાં 4 કેસ નોંધવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X