Coronavirus Update: 44 દિવસમાં સૌથી ઓછા 1.86 લાખ નવા કોરોના કેસ, 2.59 લાખ દર્દી થયા રિકવર
ભારતમાં કોરોના વાયરસના દૈનિક આંકડાઓમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે(28 મે) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,86,364 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના દૈનિક આંકડાઓમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે(28 મે) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,86,364 નવા કેસ સામે આવ્યા છે જે દેશમાં 44 દિવસો બાદ કોવિડ-19ના સૌથી ઓછા નવા કેસ સામે આવ્યા. વળી, છેલ્લા 24 કલાકમાં 2,59,459 કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. આ દરમિયાન કોરોનાથી થઈ રહેલ મોતના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 3660 લોકોના મોત થા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,18,895 લોકોના મોત થયા છે.

દેશમાં 23.43 લાખ કોરોના સક્રિય કેસોની થઈ સંખ્યા
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 76,755ની કમી થઈ છે. ત્યારબાદ દેશમાં હવે કોરોના સક્રિય કેસોની કુલ સંખ્યા 23,43,152 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2,48,93,410 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા 2,75,55,457 થઈ ગઈ છે.
કોરોના રિકવરી રેટ અને પૉઝિટિવિટી રેટ પર રાહતના સમાચાર
કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં રિકવરી રેટ વધીને 90.34 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ વર્તમાનમાં 10.42 ટકા છે અને દૈનિક પૉઝિટિવિટી રેટ 9.00 ટકા છે. સતત ચાર દિવસથી કોવિડ-19 પૉઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો છે.
20.57 લાખને લાગી કોવિડ વેક્સીન
દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 20,57,20,660 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા 24 કલાકમાં 29,19,699 લોકોને કોવિડ-19ની વેક્સીન લાગી છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી 33,90,39,861 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 20,70,508 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
