કોરોનાથી થતા મોતના આંકડા ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના ગયા જીવ, 14,348 નવા કેસ
દેશમાં કોરોના વાયરસથી થતી મોતની સંખ્યામાં છેલ્લા અમુક દિવસોમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસથી થતી મોતની સંખ્યામાં છેલ્લા અમુક દિવસોમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે(29 ઓક્ટોબર)ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 805 લોકોના મોત થઈ ગયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 14,348 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક દિવસમાં કોરોનાથી 13,198 લોકો રિકવર થયા છે.

ભારતમાં કોરોનાથી થતી મોતનો કુલ આંકડો 4 લાખ 57 હજાર 191 છે. કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો તે 1 લાખ 61 હજાર 334 છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 3,42,46,157 થઈ ગઈ છે. વળી, કુલ રિકવરીની સંખ્યા 3,36,27,632 છે. કોરોના વેક્સીનેશનના આંકડાઓની વાત કરીએ તો દેશમાં 1,04,82,00,966 (1.04 કરોડ) લોકને વેક્સીન લગાવવામાં આવી છે.
હાલમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ કેરળથી આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેરળમાં 7838 નવા કેસ સામે આવ્યા છે. વળી, 90 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં હાલમાં કોરોના રિકવરી રેટ 98.19 ટકા છે. સક્રિય કેસોમાં કુલ કેસોના 1 ટકાથી પણ ઓછા છે. વર્તમાનમાં 0.47 ટકા છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા છે. વળી, કોરોનાનો સાપ્તાહિક દર 1.18 ટકા છે જે છેલ્લા 35 દિવસોમાં 2 ટકાથી ઓછો છે. વળી, કોરોના ડેઈલી પૉઝિટિવિટી રેટ 25 દિવસમાં 2 ટકાથી ઓછો છે અને હાલમાં 1.12 ટકા છે.












Click it and Unblock the Notifications
